For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સસ્તી વિજળી આપવા આમ આદમી પાર્ટીએ શરૂ કર્યુ અભિયાન

ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઇ ગઇ છે. લોક હિતના પ્રશ્નો ઉઠાવવા બાબતે આપ દ્વારા સઘન અભિયાન હાથ ધરવામાં આવી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઇ ગઇ છે. લોક હિતના પ્રશ્નો ઉઠાવવા બાબતે આપ દ્વારા સઘન અભિયાન હાથ ધરવામાં આવી રહ્યુ છે. હાલમાં આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં વીજળીના ભાવમાં તોતીંગ વધારો કરવાના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા જો આમ આદમી પાર્ટીની સરકાર રચાય તો 200 યુનિટ મફત વીજળી આપવાનો વાયદો કર્યા બાદ હવે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા રાજ્ય વ્યાપી કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.

Aam Aadmi Party

ગુજરાતમાં વીજળી આંદોલન આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા રાજ્યભરમાં કાર્યકરો દ્વારા દેખાવો અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા અને તાલકા મથકો પર આવેદનપત્રો પણ પાઠવવામાં આવી રહ્યા છે. તો, ક્યાંક કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેનદન પત્ર આપીને વીજળીના ભાવમાં ઘટાડો કરવા બાબતે રજુઆત કરવામાં આવી હતી. ત્યારે, શેરી નુક્કડ બેઠકો કરીને લોકોને સસ્તી વીજળી બાબતે લોક જુવાળ ફેલાવી રહ્યા છે. લોક સંવાદ કેળવી ચળવળને વેગ આપી રહ્યા છે.

ખરેખર, ગુજરાતમાં વીજળી ઘણી મોઘી અને તેમાં ગ્રાહકો સાથે સીધી છેતરપિંડી આચરવામાં આવી રહી છે. ત્યારે, આમ આદમી પાર્ટીની આ મુવમેન્ટ ભાજપની આંખ ઉઘાડી દેશે, જો આ ચળવળમાં લોકોનો જુવાળ ઉમટ્યો તો શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રચંડ સમર્થન હાંસલ કરી શકશે. કારણ કે, વીજળી એ સૌની મુખ્ય જરૂરીયાત છે અને તેની પર થતી ઉઘાડી લૂંટ સામાન્ય જનજીવનને ખુબ અસર કરે છે.

English summary
Thus Aam Aadmi Party started a campaign to provide cheap electricity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X