ટિક્ટોક વાયરલ વીડિયો: પોલીસ જીપ પર બેસીને યુવકની હીરોગીરી
ગુજરાતમાં આજકાલ પોલીસ અધિકારીઓ ઘ્વારા બનાવવામાં આવેલા ટિક્ટોક વીડિયો ઘણા ફેમસ થઇ રહ્યા છે.
ગુજરાતમાં આજકાલ પોલીસ અધિકારીઓ ઘ્વારા બનાવવામાં આવેલા ટિક્ટોક વીડિયો ઘણા ફેમસ થઇ રહ્યા છે. હવે એક એવો વીડિયો સામે આવ્યો છે કે જેમાં સરકારી જીપ એટલે કે પોલીસ જીપનો ઉપયોગ કરીને વીડિયો બનાવવામાં આવ્યો છે. રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની GJ 03 GA 1304 નંબરની આ જીપ વીડિયોમાં જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જીપ આગળ એક યુવક બેઠેલો છે જે પોતાની હીરોગીરી બતાવી રહ્યો છે જયારે અંદર એક કોન્સ્ટેબલ બેઠો છે જે જીપ ચલાવી રહ્યો છે

વીડિયો વાયરલ થતાંની સાથે જ કમિશનર મનોજ અગ્રવાલે તપાસના આદેશ આપ્યા હતા. ડીસીપી સૈની અને એસીપી ટંડેલની તપાસમાં જીપ ચલાવનાર કોન્સ્ટેબલ નિલેશ કુજિતા અને હીરોગીરી કરી રહેલા પ્રિ ટ્રાફિક વોર્ડન શુભમ ઉકાડિયા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ શહેરના પીસીઆર વાન એ ડીવીઝન વિભાગની છે તેવી માહિતી મળી હતી. ડીસીપી ઘ્વારા જણાવ્યા અનુસાર આ વીડિયો કોને અને ક્યારે શૂટ કરવામાં આવ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. કમિશ્નરના નિર્દેશમાં એક્શન લેવામાં આવશે.
બીજી બાજુ ટિક ટૉક પર વીડિયો બનાવવાનો મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને મોંઘુ પડી ગયું. જણાવી દઈએ કે મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ પોલીસ સ્ટેશનની અંદર 'ઈતના તો બતા.. મૌસમ કી તરહ... તુ બદલતા.. ગયા' ગીત પર ટિક ટૉક વીડિયો બનાવ્યો હતો. પોલીસ સ્ટેશનની જેલની બહાર બનાવવામાં આવેલ આ વીડિયો વાયરલ થઈ ગયો. જે બાદ મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવી.
આ પણ વાંચો: પોલીસ સ્ટેશનમાં બનાવ્યો TikTok વીડિયો, મહિલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ












Click it and Unblock the Notifications
