For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીસ સ્ટેશનમાં બનાવ્યો TikTok વીડિયો, મહિલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ

પોલીસ સ્ટેશનમાં બનાવ્યો TikTok વીડિયો, મહિલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ટિક ટૉક પર વીડિયો બનાવવાનો મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને મોંઘુ પડી ગયું. જણાવી દઈએ કે મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ પોલીસ સ્ટેશનની અંદર 'ઈતના તો બતા.. મૌસમ કી તરહ... તુ બદલતા.. ગયા' ગીત પર ટિક ટૉક વીડિયો બનાવ્યો હતો. પોલીસ સ્ટેશનની જેલની બહાર બનાવવામાં આવેલ આ વીડિયો વાયરલ થઈ ગયો. જે બાદ મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવી.

લૉકઅપ સામે કર્યો ડાંસ

લૉકઅપ સામે કર્યો ડાંસ

જાણકારી મુજબ ગુજરાતના લાંધજણ પોલીસ સ્ટેશને લોક રક્ષક દળમાં તહેનાત અર્પિતા ચૌધરી નામની મહિલા પોલીસ કોન્સ્ટેબલે જેલની સામે જ ડાંસ કરતો વીડિયો બનાવ્યો. આ વીડિયો 20 જુલાઈએ બનાવ્યો હતો. વીડિયો વાયરલ થયાના માત્ર 4 દિવસમાં 12 હજારથી વધુ લાઈક મળી ચૂકી હતી. જેની ફરિયાદ જ્યારે જિલ્લાના પોલીસ વડાને મળી તો મહિલા પોલીસકર્મી સામે તરત કાર્યવાહી કરવામાં આવી.

TikTok પર વીડિયો શેર કર્યો

TikTok પર વીડિયો શેર કર્યો

લાંધણજ પોલીસ સ્ટેશનમાં લૉકઅપ સામે પીએસઓના ટેબલ ખુરસી પાસે ફિલ્મી ગીત પર ગુલાબી શર્ટ અને બ્લેક પેન્ટ પહેરી કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ આંખોના ઈશારા સાથે ડાંસ કરતો વીડિયો બનાવ્યો હતો. જે બાદ કોન્સ્ટેબલે વીડિયોને ટિક ટૉક પર શેર કરી દીધો. સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહ્યા બાદ આ વીડિયો પોલીસ અધિકારીઓ સુધી પહોંચી ગયો, જે બાદ કોન્સ્ટેબલ વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી કરવામાં આવી.

વિભાગે કાર્યવાહી કરી

વિભાગે કાર્યવાહી કરી

ડેપ્યૂટી સુપરિટેન્ડેન્ટ મનજીતા વંજારાએ કહ્યું કે અર્પિતા ચૌધરીએ નિયમોનો ઉલ્લંઘન કર્યો છે. પહેલીવાત તો એ કે તે ડ્યૂટી દરમિયાન યૂનિફોર્મમાં નહોતી. બીજી વાત તેણે પોલીસ સ્ટેશનમાં વીડિયો બનાવ્યો. તેમણે કહ્યું કે પોલીસ અધિકારીઓએ અનુશાસનનું પાલન કરવું જોઈએ, જે અર્પિતાએ ન કર્યું. માટે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી વર્ષ 2016માં લોક રક્ષક દળમાં તહેનાત થઈ હતી, જે બાદ 2018માં મહેસાણામાં તેને પોસ્ટિંગ મળ્યું હતું.

ટિક ટૉક પર 15થી વધુ વીડિયો

ટિક ટૉક પર 15થી વધુ વીડિયો

મહિલા પોલીસ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી સોશિયલ મીડિયાની એડિક્ટેડ હોવાની ચર્ચા પણ વિભાગમાં થઈ રહી છે. તેની સાથે કામ કરતી મહિલા કોન્સ્ટેબલોએ જણાવ્યું કે અર્પિતાને ટિક ટૉક પર વીડિયો શેર કરવાનો ગજબનો શોક છે અને અત્યાર સુધીમાં 15થી વધુ વીડિયો તે શેર કરી ચૂકી છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 24.6% વરસાદ, 14 જિલ્લાઓમાં વરસાદગુજરાતમાં અત્યાર સુધીમાં 24.6% વરસાદ, 14 જિલ્લાઓમાં વરસાદ

English summary
lady constable created tik tok video on duty, got suspended
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X