Gujarat Elections 2017 : ટાઇમ્સ નાઉ- વીએમઆર સર્વે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા એક પછી એક અલગ અલગ ચેનલો તેમના ઓપિનિયન પોલ બહાર પાડી રહી છે. ત્યારે ટાઇમ્સ નાઉ- વીએમઆર ના ઓપિનિયન પોલ પ્રમાણે ગુજરાતમાં કોની સરકાર બનશે જાણો અહીં.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ટાઇમ્સ નાઉ- વીએમઆર દ્વારા તેનો ફાઇનલ ઓપિનિયન પોલ રજૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંન્ને માટે મહત્વની છે. અને હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી તથા અલ્પેશ ઠાકોર જેવા યુવા નેતાઓએ આ વખતની ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી છે. ત્યારે ગુજરાતમાં આ વખતે કોની સરકાર બનશે તે સવાલનો જવાબ હાલ બધે ચર્ચાઇ રહ્યો છે. ત્યારે ટાઇમ્સ નાઉ અને વીએમઆરના ફાઇનલ ઓપિનિયન પોલ મુજબ ગુજરાતમાં ભાજપ અને મોદીનો જાદુ થોડો ઓછો જરૂરથી થયો છે. પણ સરકાર તો તેની જ બનશે. આ ઓપિનિયન પોલ મુજબ ભાજપને 111 સીટો મળશે તેવી સંભાવના બતાવવામાં આવી છે.

BJP

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મોદીએ 150 સીટો પર જીતની આશા વ્યક્ત કરી છે. પણ હાર્દિક અને કોંગ્રેસના નવા પરિણામો સર્જાતા કોંગ્રેસને આ સર્વે મુજબ 68 સીટો મળે તેવી સંભાવના છે. જે 2012માં કોંગ્રેસને મળેલી સીટો કરતા વધારે છે. આ સર્વે મુજબ ભાજપને ગત ગુજરાત વિધાનસભાની સીટ કરતા 3 ટકા ઓછી બેઠક મળવાની સંભાવના રહેલી છે. સાથે જ કોંગ્રેસને પહેલાની ચૂંટણી કરતા 1 ટકો વધુ વોટ મળવાની સંભાવના રહેલી છે. ચોક્કસથી આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એક બીજાને કાંટાની ટક્કર આપી રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાજપની મુશેક્લી વધે તેવી સંભાવના રહેલી છે તેમ આ સર્વેમાં જાણવા મળ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X