ગુજરાત ચૂંટણી:નોમિનેશનની પ્રક્રિયા શરૂ, BJP-કોંગ્રેસની યાદી આવી નથી

Written By:
Subscribe to Oneindia News

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયા બાદ ચારે તરફ આ જ અંગે વાતો થઇ રહી છે. રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર ઉપરાંત તીખા આરોપ-પ્રત્યારોપમાં વ્યસ્ત છે. તો બીજી તરફ ચૂંટણી માટેની નોમિનેશન પ્રક્રિયા મંગળવારથી શરૂ થઇ ગઇ છે, પરંતુ રાજ્યના બે પ્રમુખ પક્ષો ભાજપ અને કોંગ્રેસે હજુ સુધી પોતાના ઉમેદવારોની યાદી જાહેર નથી કરી. તા.21 સુધીમાં ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સામે નોમિનેશન રજૂ કરવાનું છે. 22 નવેમ્બરના રોજ તેમના આવેદનની તાપસ થશે અને 24 નવેમ્બર સુધીમાં કોઇ પણ નેતા પોતાની ઉમેદવારી પરત ખેંચી શકે છે.

Election 2017

વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ ભરવાના ફોર્મમાં કોઇ પરિવર્તન કરવામાં નથી આવ્યું. એક માત્ર પરિવર્તન એ છે કે, ઉમેદવારે એફિડેવિટ સાથે પોતાનો ફોટો પણ લગાવવાનો રહેશે. ભાજપ 15 નવેમ્બરના રોજ તમામ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે એવી શક્યતા છે. તો કોંગ્રેસ પણ ચૂંટણીના પહેલા તબક્કાની બેઠકો માટે ઉમેદવારોની યાદી 16 નવેમ્બરના રોજ રજૂ કરે એવી શક્યતા છે. આ વખતે ઉમેદવારોની પસંદગી એ ભાજપ માટે મોટો કોયડો છે, કારણ કે રાજ્યમાં પક્ષ કેટલાક સ્થાનોએ નબળો પડ્યો છે. ભાજપ વર્તમાન ધારાસભ્યોને ચૂંટણીમાં ન ઊભા રાખવાની પોતાની જૂની નીતિ પર અમલ કરશે કે કેમ, એ જોવાનું રહે છે. પક્ષપલટાના ડરે ભાજપ પોતાની આ નીતિમાં પરિવર્તન આણે એવી શક્યતા નકારી શકાય એમ નથી.

English summary
today nomination process started in Gujarat election.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.