For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે હરિપ્રસાદ સ્વામી મહારાજના થશે અંતિમ સંસ્કાર

યોગી ડિવાઇન સોસાયટીના સ્થાપક હરિપ્રસાદ સ્વામીના અંતિમ સંસ્કાર શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે સવારથી સોખડા ખાતે થશે. તેમના અંતિમ સંસ્કાર પાંચ પંડિતો દ્વારા કરવામાં આવશે. રાજકોટના કૌશિકભાઇ ત્રિવેદી મુખ્ય પૂજારી રહેશે.

|
Google Oneindia Gujarati News

વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી 27 જુલાઇના રોજ અક્ષરધામ નિવાસી થયાં છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આજે બપોરના બે વાગ્યે શાસ્ત્રોક્ત વિધી મુજબ તેમના અંતિમ સંસ્કાર થશે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ અંતિમક્રિયા કરવાની હોવાથી કેટલીક વિધિના ઓનલાઈન દર્શન થઈ શકશે નહીં.

યોગી ડિવાઇન સોસાયટીના ફાઉન્ડર એવા હરિપ્રસાદ સ્વામીના અંતિમ સંસ્કાર આજે સવારથી સોખડા ખાતે જ શાસ્ત્રોક્ત વિધિઓ સાથે કરવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર શાસ્ત્રોક્ત વિધિઓ પાંચ પંડિતો દ્વારા કરાવવામાં આવશે. જેમાં રાજકોટના કૌશિકભાઈ ત્રિવેદી મુખ્ય પુરોહિત રહેશે.

Hariprasad Swami last ritual

અંતિમ સંસ્કારની વિધિ વિશે વાત કરવામાં આવે તો શાસ્ત્ર કથન અનુસાર મનુષ્ય જીવનમાં કુલ સોળ સંસ્કાર કરવાના હોય છે. જેમાંથી અંતિમ એટલે કે સોળમો સંસ્કાર અંત્યેષ્ટિ(અંતિમ સંસ્કાર) છે. આ અંતિમ સંસ્કાર દેવઋણ, મનુષ્યઋણ અને ગુરૂઋણમાંથી મુક્તિ અપાવે છે.

હરિપ્રસાદ સ્વામીના અંતિમ સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળના અભિષેક સાથે શરૂ કરવામાં આવશે. સમગ્ર દેશની પવિત્ર નદીઓ તેમજ ભગવાન સ્વામિનારાયણે જે જળાશયોમાં સ્નાન કર્યું હતું, તેના જળથીહરિપ્રસાદ સ્વામી મહારાજના પાર્થિવ દેહ પર અભિષેક કરવામાં આવશે. વડીલ સંતો આ અભિષેક શાસ્ત્રોક્ત મંત્રોના ગાન સાથે કરશે.

Hariprasad Swami last ritual

પંચ મહાભૂત એટલે કે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ સાથે હ્રદયસ્થ આત્માના પ્રતિનિધિરૂપ ષટપિંડ પૂજન કરવામાં આવશે. આ સાથે ભગવાન સ્વામિનારાયણ અને શાલિગ્રામજીણીની પણ પૂજા-અર્ચના કરવામાં આવશે. આ સમગ્ર વિધિ યજૂર્વેદ સંહિતાના પુરુષસૂક્તમાં દર્શાવ્યા મુજબ થશે. પાંચ પંડિતો પુરુષસૂક્તના શ્લોકોનું સતત ગાન કરતા રહેશે.

પંડિતોના જણાવ્યા અનુસાર, હરિપ્રસાદ સ્વામી મહારાજ એક દિવ્ય સત્પુરુષ છે, તેમને આ પ્રકારની વિધિની આવશ્યકતા નથી હોતી, પરંતુ તેમનો શિષ્ય સમુદાય ગુરૂઋણમાંથી મુક્ત થઈ શકે તે આ વિધિ કરી જરૂરી છે. લાખો હરિભક્તોના હ્રદયમાં સ્થાન મેળવનારા આવા મહાપુરુષોની અંતિમ સંસ્કાર સમયે કરાયેલા સંકલ્પ અને પ્રાર્થના સફળ થાય છે. તેમજ ગુરૂની કૃપા સદૈવ વરસતી રહે તેવું શાસ્ત્ર કથન છે.

Hariprasad Swami last ritual

ભગવાન રામ દ્વારા તેમના પિતા દશરથ માટે વનમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમજ ભગવાન કૃષ્ણ દ્વારા પણ યાદવકુળ માટે આ રીતની શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી. શાસ્ત્રાર્થ વિધિથી અભિષેક પૂર્ણ થયા પછી હરિપ્રસાદ સ્વામી મહારાજના પાર્થિવ દેહને વિશેષ પાલખીમાં પધરાવવામાં આવશે. તેમની પાલખીને મંદિરની પ્રદક્ષિણા કરાવ્યા બાદ અંતિમ સંસ્કારના સ્થળે લીમડાવન ખાતે લઇ જવામાં આવશે. જ્યા પણ પુરુષસૂક્તના શ્લોકોના ગાન વચ્ચે શાસ્ત્રાર્થ વિધિ કરવામાં આવશે.

હરિપ્રસાદ સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર માટે ચંદન, કેર, ઉમરો, પીપળો, સવન, તુલસી અને હરિપ્રસાદ સ્વામી મહારાજને પ્રિય એવા લીમડાના લાકડાનો ઉપયોગ થશે. જે બાદ તેમની ચિતા અખંડ દીપથી પ્રેટાવવામાં આવશે. હરિપ્રસાદ સ્વામી મહારાજના પાર્થિવ શરીરના ચરણકમળને અગ્નિનો સ્પર્શ કરાવ્યા બાદ ચિતા પ્રજ્વલિત કરવામાં આવશે.

English summary
The funeral of Hariprasad Swami, the founder of Yogi Divine Society, will be held at Sokhada from this morning with scriptural rites. His funeral rites will be performed by five Pandits. Kaushikbhai Trivedi of Rajkot will be the chief priest. When it comes to funeral rites, according to the scriptures, a total of sixteen rites have to be performed in human life. The last of which is the sixteenth sacrament funeral. This funeral liberates from debt, human debt and Guru debt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X