Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ક્રાઈમ ન્યુઝ ઓફ ગુજરાત : સપ્ટેમ્બર 5, 2014

અમદાવાદ, 5 સપ્ટેમ્બર : ગુજરાતમાં થયા ગુનાઓ સંબંધિત સમાચારની ટૂંકી પણ વિગતવાર નોંધ જાણવા માટે આગળ વાંચતા રહો ક્રાઇમ ન્યુઝ ઓફ ગુજરાત...

રીંગણના શાક મુદ્દે ભાઇએ ભાઇને છરીના ઘા ઝીંક્યા
ગાંધીધામમાં ગત રાત્રિના સાડા નવ વાગ્યે ધીરજ પેથાભાઇ ચૌધરીના ઘરે તેમના ભાઈ અશોક પેથા ચૌધરી જમાવા આવ્યા હતા. ધીરજભાઇને માતાને કહ્યું કે અશોકને રીંગણાનું શાક ભાવતું નથી છતાં તું રીંગણાનું શાક શું કામ બનાવે છે. આમ કહેતા ધીરજભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને તેમણે માતા પર છરીના ઘા ઝીંકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અશોક વચ્ચે પાડતા તેઓને હાથના ભાગે છરીનો ઘા મારી ઈજાઓ પહોંચાડતા ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે.

killed

નાટકનું અનુકરણ કરવા જતા જીવ ગુમાવ્યો
સુરતના ઉધનામાં નાટકમાં દર્શાવેલા સ્ટંટ અને દ્રશ્યો રિયલ લાઇફમાં ભજવવા જતા એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉધના વિસ્તારમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ નાટકમાં ભજવાયેલ ફાંસીના દ્રશ્યને ઘરે ભજવતાં પોતાનો જીવ ગુમાવ્યો હોવાની ઘટના બહાર આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા ઓમ પ્રકાશ મહાલે નામના વિદ્યાર્થીએ સ્કુલેથી પરત આવી અચાનક ઘરે ફાસો ખાઈ લીધો હતો. ઓમના માતા-પિતાએ એક ઘટસ્ફોટ કર્યો કે સ્કુલમાં 15મી ઓગસ્ટે ભજવાયેલા નાટક 'શહિદ ભગતસિંહ'ને જોઈને જ તેમના બાળકે ફાંસો ખાઈ લીધો છે.

બળાત્કાળનો ભોગ બનેલી 6 બાળકોની માતાના આપઘાતથી બાળકો અનાથ
ભુજના નોખાણીયા ગામે રહેતી 40 વર્ષીય વિધવા મહિલાએ ગળાફાંસો ખાઈને જિદગી ટુંકાવી લેતા તેના છ સંતાનો અનાથ બન્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આયસુબેન આમદ અબડા વિધવા હતા, થોડા સમય પહેલાં નણંદના પુત્રએ તેણી પર દુષ્કૃત્ય આચર્યું હતું જેની અરજી પણ પોલીસ મથકે કરવામાં આવી હતી ત્યાર બાદ આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. બનાવ બાદ તેઓ ગુમસુમ રહ્યા કરતા હતા. છેવટે તેમણે જીંદગીથી કંટાળીને આપઘાતનું પગલું ભર્યું હતું.

ભાદર નદીના પુરમાં ફસાયેલા બેને બચાવવા હેલિકોપ્ટર બોલાવાયું
ઉપલેટા પાસે આવેલા ગણોદ ગામમાં ચેકડેમ નજીકનાં ભાદર નદીના કોઝ-વે પરથી ધસમસતા પૂરમાં ફસાયેલા બે યુવાનોને જામનગર એરફોર્સના હેલિકોપ્ટર મારફત અડધો કલાકનાં ઓપરેશન બાદ બચાવી લેવામાં આવ્યા હતાં. આ ઓપરેશનને જોવા માટે લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X