
ગુજરાતમાં કુલ 3071 પોઝિટિવ કેસ નોંધાયા, ભાવનગરમાં નવા 2 કેસ
આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાતમાં કોરોના વાયરસના કેસ અંગેની વિગતવાર માહિતી આપી. જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 3071 પોઝિટિવ કેસ નોંધાયા ચે જે ઈટલી જેવા દેશોની સંખ્યામાં ક્યાં ઓછા છે જ્યાં આપણા જેટલી જ વસ્તી છે. ગુજરાત રાજ્ય સરકારે પહેલેથી જ પૂર્વતૈયારીઓ કરી રાખી હતી. ઈટલીમાં પહેલા 35 દિવસમાં 94 હજાર જેટલા કેસ નોંધાયા હતા જ્યારે ગુજરાતમાં 35 દિવસમાં 3071 કેસ નોંધાયા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ટેસ્ટિંગની ક્ષમતા 3770 છે.
રાજ્યમાં 2656 દર્દીઓની સારવાર ચાલુ છે. મેટ્રો સિટીમાં 4 કોવિડ 19 હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 61 કોવિડ હોસ્પિટલ છે. જરૂર જણાશે તો ગુજરાત સરકાર વધુ બેડની વ્યવસ્થા ઉભી કરશે. વધુમાં જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં માસ્ક અને દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ખાનગી હોસ્પિટલમાં પણ કરોના સંક્રમિતોને સારવાર આપવામાં આવી રહી છે. સમયસર સારવાર માટે વધુ વેન્ટિલેટરનો પણ ઓર્ડર આપવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલોમાં 1061 વેન્ટિલેટર છે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 1700 જેટલા વેન્ટિલેટરો છે. જણાવી દઈએ કે ભાવનગરમાં નવા બે કેસ નોંધાયા છે.
લૉકડાઉનઃ સુરતમાં ફસાયેલા બીજા રાજ્યોના લોકો પોતાના ઘરે જઈ શકશે