Gujarat Budget 2025: મહેસૂલ વિભાગ માટે કુલ 5427 કરોડની જોગવાઇ
Gujarat Budget 2025: આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 3,70,250 કરોડનું ગુજરાત બજેટ રજૂ કર્યું છે. જેમાં મહેસૂલ વિભાગ માટે કુલ 5427 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મહેસૂલી સેવાઓ નાગરિકોને સરળતાથી અને ત્વરિત મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂત દ્વારા તેની એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન પણ જો બિનખેતી કરાવે તો પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે તેવો પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવેલ છે.
રાજ્યમાં સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ૭૨૨૧ ગામોના ૧૨ લાખથી વધુ મિલકતોના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરી સમગ્ર દેશમાં ફેઝ-૨ માં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે.

સાબરકાંઠાના હિંમતનગર ખાતે નવી કલેક્ટર કચેરી અને વેરાવળ, પોરબંદર, દ્વારકા, ભચાઉ, વઢવાણ, બાયડ, આંકલાવ, સોજીત્રા, નડિયાદ, લુણાવાડા, જલાલપોર, સાગબારા અને ઉમરપાડા ખાતે નવા મહેસૂલી ભવનોના બાંધકામ, અંજાર-કચ્છ અને ઊંઝા-મહેસાણા ખાતે સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની નવી કચેરીઓના બાંધકામ અને અમદાવાદ શહેર, સાણંદ, દેત્રોજ, રાધનપુર, રાજકોટ શહેર, લોધિકા, મોરબી, અંકલેશ્વર અને ઉમરગામ ખાતે નવી સબ-રજીસ્ટ્રાર કચેરીઓના બાંધકામ માટે ₹૬૬ કરોડની જોગવાઇ.
ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગથી મહેસૂલી સેવાઓના વિવિધ પોર્ટલના અપગ્રેડેશન અને આઇ.ટી. સાધન-સામગ્રીની ખરીદી માટે ₹૮૭ કરોડની જોગવાઇ.
નાગરિકોને મહેસૂલી સેવાઓ ઝડપી પૂરી પાડવા વિવિધ કચેરીઓ માટે ૨૩૦ નવી જગ્યાઓ ઊભી કરવા ₹૧૫ કરોડની જોગવાઇ.
રાજ્ય આપત્તિ શમન નિધિમાંથી ઇમરજન્સી રિસ્પોન્સ માટે પૂર નિયંત્રણ અને ફાયરને લગતા સાધનોની ખરીદી સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ₹૪૨૯ કરોડની જોગવાઇ.












Click it and Unblock the Notifications
