દિવાળીના વેકેશનમાં ગુજરાતના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનો ઉમટ્યા, 42 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી

સહેલાણીઓ માટે ગુજરાતનું અનેરું આકર્ષણ છે. ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે.

આા પરિણામે બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન 11થી 20 નવેમ્બર 2023 સુધી દસ દિવસના સમયગાળામાં રાજ્યના 18 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 42 લાખ 75 હજાર 952 લોકોએ મુલાકાત લીધી.

Statue of Unity

આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો, સ્ટેચ્યુ ઑફ યુનિટી, સ્મૃતિ વન, સીમાદર્શન-નડાબેટ, ગિરનાર રૉપ વે, સાસણગીર અને દેવળીયા પાર્ક, દાંડી સ્મારક, સૂર્ય મંદિર, રાણ કી વાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, અટલ બ્રિજ, કાંકરિયા તળાવ, વડનગર, ડાયનાસોર પાર્ક તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા.

પર્યટન સ્થળોએ મુલાકાતીની સંખ્યા
સ્ટેચ્યુ ઑફ યુનિટી 3,03,894
સ્મૃતિ વન - ભુજ 36,391
સીમાદર્શન - નડાબેટ 57,948
ગિરનાર રૉપ-વે - જુનાગઢ 59,307
સાસણગીર અને દેવળીયા પાર્ક 70,634
દાંડી સ્મારક - નવસારી 27,972
સૂર્ય મંદિર - મોઢેરા 31,969
રાણ કી વાવ - પાટણ 36,659
સોમનાથ મંદિર 4,87,974
અંબાજી મંદિર 6,35,760
પાવાગઢ મંદિર 5,25,410
દ્વારકા મંદિર 6,18,460
સાયન્સ સિટી - અમદાવાદ 83,111
અટલ બ્રિજ - અમદાવાદ 1,81,692
કાંકરિયા તળાવ - અમદાવાદ 4,45,144
વડનગર - ઐતિહાસિક નગર 46,453
ડાયનાસૌર પાર્ક - બાલાસિનોર 7,678
અમદાવાદ રેલ-મેટ્રો 6,19,496

પ્રવાસન ક્ષેત્ર, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રોના વિકાસમાં વધારો કરાયો
રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અને સંલગ્ન પ્રવૃત્તિઓને વેગ આપીને રોજગારીની નવી તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે. વર્ષ 2023-24ના રાજ્યના બજેટમાં પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રોના ફંડમાં 346 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

હેરિટેજ અને ઇકો ટુરિઝમ માટે 10 હજાર કરોડ સૂચિત કરવામાં આવ્યા છે. યાત્રાધામની મુલાકાતે જતા શ્રદ્ધાળુઓના અનુભવને બહેતર બનાવવા માટે યાત્રાધામ વિકાસ માટે 2077 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X