For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીસે આપી ચેતવણી, ટ્રાફિકના નિયમ તોડશો તો જવું પડશે જેલ

પોલીસે આપી ચેતવણી, ટ્રાફિકના નિયમ તોડશો તો જવું પડશે જેલ

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ટ્રાફિકના નિયમોને ગણકારતા પણ ન હોય તેવા વાહન ચાલકોએ હવે જેલ જવાનો વારો આવી શકે છે. જી હાં, અમદાવાદ ટ્રાફિક પોલીસે આ મામલે સખ્ત વલણ અપનાવ્યું છે અને હવે ટ્રાફઇકના નિયમોનો ભંગ કરનારને છોડવાના મૂડમાં બિલકુલ નથી. જો તમે પણ ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરતા હોવ તો તમારા માટે આ ખાસ સમાચાર છે. પોલીસે અપનાવેલ વલણ વિશે જાણ્યા બાદ બીજી વખત તમે ક્યારેય નિયમ તોડવાનું વિચારશો પણ નહિ.

અકસ્મામાં ઘટાડો પણ મૃત્યુ આંકમાં વધારો

અકસ્મામાં ઘટાડો પણ મૃત્યુ આંકમાં વધારો

જણાવી દઈએ કે વર્ષ 2007 અને 2017 દરમિયાન કુલ થયેલ અકસ્માતોમાં 40 ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. પરંતુ અકસ્માતમાં થતા મૃત્યુની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે 2007માં કુલ 36,623 અકસ્માતો થયા હતા. આ અકસ્માતોને પગલે કુલ 6915 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે 2017માં કુલ 19081 અકસ્માતો થયા હતા પણ મૃતકાંક વધીને 7289 થઈ ગયો હતો.

પોલીસે અપનાવ્યું કડક વલણ

પોલીસે અપનાવ્યું કડક વલણ

જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ સિટી પોલીસ અને અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનને ટ્રાફિકની સમસ્યા મામલે ફટકાર લગાવી હતી, સાથે જ જજે કહ્યું હતું કે વિદ્યાર્થીઓમાં અત્યારથી જ ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતતા આવવી જોઈએ અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસને કડક પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો હતો. જે બાદ અમદાવાદ સિટી પોલીસ કમિશ્નર એ.કે. સિંહે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે ટ્રાફિક પોલીસને કડક વલણ અપનાવવાનો આદેશ આપી દીધો હતો.

પોલીસે કેવી કાર્યવાહી કરી

પોલીસે કેવી કાર્યવાહી કરી

અમદાવાદમાં મનફાવે ત્યાં વાહનો પાર્ક કરીને જતા રહેતા વાહન ચાલકોને પગલે ટ્રાફિકની સમસ્યા સૌથી વધુ ઉગ્ર બની છે. ત્યારે અમદાવાદ સિટી પોલીસે મુલાકાતીઓને ફ્રી પાર્કિંગની વ્યવસ્થા ન આપતા હોય તેવા કુલ 249 કોમર્શિયલ સંસ્થાનોને નોટિસ મોકલી હતી. જેમાં મંદિરો, ક્લબો અને સિનેમા તથા મોલનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ પોલીસ કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, GDRC નિયમોનું પાલન ન કરે અને ફ્રી પાર્કિંગની સુવિધા ન આપે તેવા કોમર્શિયલ સંસ્થાનો વિરુદ્ધ FIR નોંધવામાં આવશે.

3.19 લાખનો દંડ ફટકાર્યો

3.19 લાખનો દંડ ફટકાર્યો

ટ્રાફિકના નિયમોનો સરજાહેર ભંગ કરનાર ચાલકો પ્રત્યે પોલીસે લાલ આંખ કરી છે. 20મી ઓક્ટોબરે અમદાવાદ પોલીસે રોન્ગ સાઈડમાં વાહન ચલાવતા કુલ 2600 ડ્રાઈવર્સનાં ચલાન કાપ્યાં હતાં. આ મામલે અમદાવાદ સિટી પોલીસે બીજા 319 ચાલકોને દંડ ફટકાર્યો છે. રોંગ સાઈડ વાહન હંકાવનાર શખ્સો પાસેથી પોલીસે કુલ 3.19 લાખનો દંડ વસૂલ્યો છે. ઉપરાંત 21 વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે. વધુમાં ટ્રાફિક પોલીસે ચેતવણી આપી છે કે ટ્રાફિકના નિયમોને હળવાશમાં લેનારને અને નિયમ તોડવા પર ફટકારવામાં આવનાર 1000 રૂપિયાનો દંડ ભરવામાં નિષ્ફળ જાય તેવા બેદરકાર ડ્રાઈવર્સને જેલ જવાનો વારો આવશે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું આદીવાસી વિસ્તારમાં જ નિર્માણ કેમ? વિવિધ સંગઠનો દ્વારા વિરોધનો ઝંઝાવાત સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું આદીવાસી વિસ્તારમાં જ નિર્માણ કેમ? વિવિધ સંગઠનો દ્વારા વિરોધનો ઝંઝાવાત

English summary
traffic rule breaker will be behind bar says traffic police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X