સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ગુજરાત હાઈકોર્ટના 4 જજોની બદલીની ભલામણ કરાઇ
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના ચાર જજોની અન્ય હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા માટેની ભલામણ કરી છે. ટ્રાન્સફર કરવાની દરખાસ્ત કરવામાં આવેલા ન્યાયાધીશોમાં જસ્ટિસ હેમંત એમ પ્રચ્છકનો પણ સમાવેશ થાય છે, જેમણે તેમની મોદી અટક અંગેની ટિપ્પણી પર માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાનો ઇન્કાર કર્યો હતો.
આ યાદીમાં ન્યાયમૂર્તિ સમીર દવેનો પણ સમાવેશ થાય છે, જેમણે તાજેતરમાં કથિત રમખાણોના કેસના પુરાવાના બનાવટ પર એફઆઈઆર રદ કરવાની તિસ્તા સેતલવાડની અરજીની સુનાવણીમાંથી પાછીપાની કરી હતી અને ન્યાયાધીશ ગીતા ગોપીનો પણ સમાવેશ થાય છે, જેમણે રાહુલ ગાંધીની દોષિત ઠરાવવાની અરજીની સુનાવણીમાંથી પાછીપાની કરી હતી.

જસ્ટિસ હેમંત એમ પ્રચ્છકને પટના હાઈકોર્ટ, જસ્ટિસ સમીર જે દવેને રાજસ્થાન હાઈકોર્ટ, જસ્ટિસ કુમારી ગીતા ગોપીને મદ્રાસ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અલ્પેશ વાય કોગજેને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ધનંજય વાય ચંદ્રચુડ, ન્યાયાધીશ સંજય કિશન કૌલ, ન્યાયાધીશ સંજીવ ખન્ના ન્યાયાધીશ બી આર ગવઈ અને ન્યાયાધીશ સૂર્યકાન્તની 3 ઓગસ્ટ 2023ના રોજ મળેલી બેઠકમાં કોલેજિયમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોલેજિયમનો ઠરાવ ગુરુવારની રાત્રે અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, ન્યાયના વધુ સારા વહીવટ માટે આ બદલીની ભલામણ કરવામાં આવી રહી છે. કોલેજિયમે હાઈકોર્ટના અન્ય ન્યાયાધીશોની બદલી માટે પણ અન્ય અનેક દરખાસ્તો કરી છે.












Click it and Unblock the Notifications
