For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બનાસકાંઠાની 148 સરકારી અને 57 ખાનગી હોસ્પિટલોમાં PMJAY યોજના હેઠળ સારવાર ઉપલબ્ધ!

કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત યોજના આયુષ્યમાન ભારત ચાલી રહી છે. આ યોજના અંતર્ગત 5 લાખ સુધીની કેશલેશ સહાય માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં મળવા પાત્ર હોય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત યોજના આયુષ્યમાન ભારત ચાલી રહી છે. આ યોજના અંતર્ગત 5 લાખ સુધીની કેશલેશ સહાય માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં મળવા પાત્ર હોય છે. મા યોજના, મા વાત્સલ્ય યોજના, બાળસખા યોજના અને ચિરંજીવી યોજના પણ આ યોજનામાં મર્જ થયેલ છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ 57 પ્રાઇવેટ અને 148 સરકારી હોસ્પિટલો આ યોજનામાં જોડાયેલ છે. જેમાં નવજાત જન્મજાત શિશુની સારવાર, ડાયાલીસીસ, કિડનીના રોગો, હ્રદયની બિમારી, જનરલ સર્જરી, ઓર્થોપેડિક ફ્રેકચર જોઇન્ટ રિપ્લેસમેંટ, ગાયનેક, કેન્સર જેવા રોગોની સારવાર પીએમજેએવાય-મા કાર્ડ માં થાય છે.

pmjay

જિલ્લા બહારની એમ્પેનલ હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાંટ, ન્યુરો અને સ્પાઇન સર્જરી, દાઝેલા કેસમાં પ્લાસ્ટીક સર્જરી જેવી ગંભીર બિમારીઓમા પણ પીએમજેએવાય કાર્ડ આશીર્વાદ રૂપ બની રહ્યુ છે. જેમની રૂ. 4 લાખ કરતા ઓછી આવક હોય તેવા તેમજ રૂ. 6 લાખથી ઓછી આવક ધરાવતા સિનિયર સિટીઝન આ કાર્ડ વિનામૂલ્યે તાલુકા આરોગ્ય કચેરી તેમજ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ પંચાયત પરથી પીએમજેએવાયકાર્ડ મેળવી શકે છે. ખાસ મા વાત્સલ્ય યોજના અંતર્ગત બનેલા કાર્ડ જેમા ઇન્કમ સર્ટીફિકેટ આપેલ હોય તે ઇન્કમ સર્ટીફિકેટ અવધિ પૂર્ણ થતા મા વાત્સલ્ય કાર્ડ બંધ થઇ જાય છે. હાલમાં જિલ્લાના 2 લાખ 38 હજાર પરિવારોના કાર્ડ ૩૧/૦૭/૨૦૨૨ એ બંધ થઇ જશે. જે ચાલુ કરવા આવકનો દાખલો અને મા વાત્સલ્ય કાર્ડ લઇ લાભાર્થીએ તાલુકા આરોગ્ય કચેરી અથવા નજીકની ઇ-ગ્રામ પંચાયત પર જવાનુ રહેશે. જેથી એ કાર્ડ પુન: ચાલુ રહી શકે અને તેને પીએમજેએવાયમાં કનવર્ટ કરી શકાય.

5 લાખ 50 હજાર થી વધારે લોકોના આયુષ્યમાન ભારત પીએમજેએવાય કાર્ડ બનાસકાંઠા જિલ્લામાં આધાર બેઝ અપાઇ ગયા છે અને હજુ વધુમાં વધુ લોકો આ કાર્ડ જલ્દીથી મેળવી લેવા જિલ્લા આરોગ્ય અધિકારીએ લોકોને અપીલ કરી છે.

English summary
Treatment available under PMJAY scheme in 148 government and 57 private hospitals of Banaskantha!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X