આચાર્ય દેવવ્રત અને રાજભવનના સ્ટાફે ગાંધીજીના નિર્વાણ દિને બે મીનીટનુ મૌન પાળ્યુ
ગાંધી નિર્વાણ દિને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને રાજભવન પરિવારે બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પૂજ્ય મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બે મિનિટનું મૌન પાડીને પૂજ્ય ગાંધીજી અને દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર શહીદોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એ વીર શહીદોની સ્મૃતિમાં પૂજ્ય ગાંધીજીના નિર્વાણ દિને આજે સવારે 11:00 કલાકે રાજભવન પરિસરમાં મૌન પાળવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે રાજભવન પરિવારના તમામ સભ્યોએ પણ બે મિનિટનું મૌન પાડ્યું હતું.

શહીદો પ્રત્યે ઋણ અદા કરવા તથા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે શહીદ દિને દેશભરમાં મૌન પાળવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે રાજ્યભરમાં સવારે ૧૧.૦૦ થી ૧૧.૦૨ સુધી મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. સચિવાલય ખાતે કર્મયોગીઓ દ્વારા અપાયેલ શ્રદ્ધાંજલિ આપવમાં આવી હતી.












Click it and Unblock the Notifications
