For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Life of PI: એક ગુજ્જુ પીઆઇનો આઇક્યુ

By Super
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 27 નવેમ્બર: 2001માં રજૂ થયેલી એડવેન્ચર નોવેલ 'લાઇફ ઓફ પાય' પર આધારિત ફિલ્મ 'લાઇફ ઓફ પાય' તાજેતરમાં ગુજરાતમાં રજૂ થઇ છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા એન્ડવેન્ચરના કારણે ફિલ્મ ખાસી ચર્ચામાં છે. ત્યારે ગુજરાતના એક પોલીસ સ્ટેશનમાં આ ફિલ્મને લઇને એક રમૂજી ઘટના ઘટી હતી. પોલીસ ઇન્સપેક્ટર અને કોસ્ટેબલ વચ્ચે થયેલા વાર્તાલાપ દરમિયાન પોલીસ ઇન્સપેક્ટરનો આઇક્યુ કેવો છે તે જાણી શકાય છે.

lifeofpi
ઉતર ગુજરાતના એક પોલીસ સ્ટેશનમાં અહેવાલ સબબ જવાનું થયું. જે દરમિયાન એક કોંસ્ટેબલ પોલીસ ઇન્સપેક્ટર પાસે આવ્યા અને કહ્યું કે સાહેબ, એક ફિલ્મ આવ્યું છે, લાઇફ ઓફ પીઆઇ(પાઇ). જેમાં પીઆઇને ઘણો જ સાહસી દર્શાવવામાં આવ્યો છે. તે દરિયામાં જાય છે, વાઘ સાથે રહે છે અને ઘણી બહાદુરી દર્શાવે છે. કોંસ્ટેબલ દ્વારા ફિલ્મ અંગે રજૂ કરેલા આ અહેવાલ બાદ પોલીસ ઇન્સપેક્ટરે લગીરે વિચાર કર્યા વગર સીનેમા હોલમાં ફોન કર્યો અને ફિલ્મની ટિકીટ બુક કરાવી, જો કે, બાદમાં તેમને ભાન થયું હતું કે આ લાઇફ ઓફ પીઆઇ નહીં પણ લાઇફ ઓફ પાય છે. ફિલ્મને લઇને તમામ સમાચારપત્રોમાં ભરપેટ માહિતી આપવામાં આવી છે. જેમાં ફિલ્મ સબબ તમામ વાતો રજૂ કરવામાં આવી હોવા છતાં એક પીઆઇ આ રીતે માહિતીથી અજાણ રહેતા એક રમૂજ ફેલાઇ ગઇ હતી. અહીં એ પોલીસ ઇસ્પેક્ટર અને એ પોલીસ મથકની માહિતી ખાનગી રાખવામાં આવી છે.

ફિલ્મ લાઇફ ઓફ પાય અંગે લોકોનું મતંવ્ય

હૉલીવુડના ઑસ્કાર વિજેતા દિગ્દર્શક ઍંગ લીની ફિલ્મ છે. ઍંગ મુજબ તેમના જીવનની આ અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ફિલ્મ છે. યેન માર્શલના હિટ નૉવેલ લાઇફ ઑફ પાઇ પર આધારિત આ ફિલ્મ એટલી સુંદરતાથી ફિલ્માવવામાં આવી છે કે બે કલાક ક્યાં વીતી જાય છે, ખબર જ નથી પડતી. ફિલ્મને તમામ વિશ્લેષકો ત્રણ રેટિંગ આપી છે. ટીકાકારોએ પણ ફિલ્મની થીમ અને સુંદર દિગ્દર્શનના વખાણ કર્યાં છે. કહી શકાય કે ઍંગ લીએ ફરી એક વાર પોતાને સાબિત કરી આપ્યાં છે. સૂરજ શર્માની એક્ટિંગ તેમજ ટાઇગર પાર્કરનું પાત્ર ફિલ્મની જાન છે. ફિલ્મની 3ડી ઇફેક્ટ પણ ખૂબ જ શ્રેષ્ઠ છે. કઈ રીતે માણસનો વિશ્વાસ તેના જીવનની સૌથી મોટી મુશ્કેલીમાંથી તેને બહાર લઈ આવે છે, આ જ આ ફિલ્મની વાર્તાની થીમ છે. કેટલાંક દર્શકોનું માનવું છે કે લાઇફ ઑફ પાઇનો થોડોક ભાગ હિન્દૂ પુરાણો સાથે મળતો આવે છે. ફિલ્મ જોઈ આવેલ તમામ દર્શકો ફિલ્મના વખાણ કરતા સંભળાયાં.

English summary
Life of PI flim released in gujarat. after releasing of this film one true funny incident happen in north gujarat by police inspector.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X