ગુજરાત સરકાર, કેન્દ્ર, ICICI અને માઇક્રો વચ્ચે થયો TRA

Trust and Retention Agreement: સેમિકન્ડક્ટર ક્ષેત્રની મોટી કંપની માઈક્રોનના સાણંદ સેમિકન્ડક્ટર પ્લાન્ટની પ્રવૃત્તિઓને ઝડપી બનાવવા માટે રાજ્યના પાટનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં TRA (ટ્રસ્ટ એન્ડ રિટેન્શન એગ્રીમેન્ટ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

TRA હેઠળ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકારનું ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અને ICICI બેંક માઈક્રોનને પ્લાન્ટના સંચાલન માટે જરૂરી સમર્થન અને નાણાકીય સહાય સાથે મદદ કરશે. આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને સાથે વિભાગીય પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ થાય તેની ખાતરી કરશે.

Trust and Retention Agreement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં માઈક્રોને સાણંદમાં તેના પ્લાન્ટ માટે માત્ર એક સપ્તાહમાં જમીન સંપાદિત કરી છે. પ્લાન્ટનું શિલાન્યાસ અને બાંધકામ 90 દિવસમાં કરવામાં આવ્યું હતું. તેમણે આ વિકાસ પ્રતિબદ્ધતાનો શ્રેય ડબલ એન્જિન સરકારને આપ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રશંસા કરી હતી. સાણંદમાં 93 એકર વિસ્તારમાં માઈક્રોન ફેસિલિટીના નિર્માણમાં 22 હજાર કરોડ રૂપિયા, જેનાથી 20 હજાર પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઉત્પન્ન થવાની અપેક્ષા છે.

કેન્દ્રીય રેલવે અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રોજેક્ટ સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે અને ડબલ એન્જિન સરકારના ઝડપી અમલીકરણના ઉદાહરણ તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી આ માઈક્રોન પ્રોજેક્ટને પગલે સેમિકન્ડક્ટર સેક્ટરમાં વધુ રોકાણ દરખાસ્તોની પણ અપેક્ષા રાખે છે.

માઈક્રોનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ગુરુશરણ સિંઘે કેન્દ્ર અને રાજ્ય સરકારના સક્રિય અભિગમથી ગુજરાતમાં પ્રોજેક્ટના અમલીકરણને વેગ મળશે, તેવી લાગણી વ્યક્ત કરતાં સરકારી વિભાગો અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

કરાર પર હસ્તાક્ષર કરવા પ્રસંગે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ જે. પી. ગુપ્તા, વિજ્ઞાન અને ટેકનોલોજીના અગ્ર સચિવ મોના ખંધાર, તેમજ ICICI ના ગુજરાત પ્રદેશના વરિષ્ઠ અધિકારીઓ અને માઈક્રોનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X