રાજકોટની પાયલ હોસ્પિટલમાં સગર્ભના ચેકઅપ દરમિયાનના અંગત વીડિયો વાયરલ કરનારા બે ઝડપાયા
17 ફેબ્રૂઆરીના રોજ રાજકોટની એક હોસ્પિટલમાં ચેકઅપ કરાવતી મહિલાઓના સીસીટીવી ફૂટેજ યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો હોય તે સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ તપાસમાં લાગી હતી.
સમગ્ર મામલે તપાસ કરતા અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે મહારાષ્ટ્રથી બે લોકોની ધરપકડ કરી છે. આ આરોપીઓ સગર્ભા મહિલાઓનના ચેકઅપ દરમિયાનના CCTV ફૂટેજ યુટ્યૂબ પર નાના ભાગમાં અપલોડ કરતા હતા અને ટેલિગ્રામની લીંક બનાવીને તેને મોકલતા હતા.
ટેલિગ્રામ ચેનલની લીંક મેળવવા માટે 900 રૂપિયા સબસ્ક્રિપ્શન રકમ રાખવામાં આવી હતી. સમગ્ર મામલે પાયલ હોસ્પિટલના ડૉક્ટર દ્વારા સ્વિકાર કરવામાં આવ્યો હતો કે, આ CCTV ફૂટેજ તેમની હોસ્પિટલના જ છે અને અજાણ્યા લોકો દ્વારા તેમના CCTVને હેક કરવામાં આવ્યા છે.

પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે હોસ્પિટલના IP એડ્રેસનો ઉપયોગ કરીને CCTV ફૂટેજ હેક કરવામાં આવ્યા હતા. સાયબર ક્રાઈમ બ્રાન્ચ ટૂંક સમયમાં બંને આરોપીઓને વધુ પૂછપરછ માટે ગુજરાત લાવશે.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના અનુસાર, મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી તબીબી સારવાર લઈ રહેલી મહિલાઓના સીસીટીવી ફૂટેજ મેળવવા અને તેને ટેલિગ્રામ લિંક્સ દ્વારા વિતરિત કરવા બદલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
તે અગાઉ પણ આવી જ પદ્ધતિઓ દ્વારા મહિલાઓના પોર્નોગ્રાફિક વીડિયો વેચવામાં સામેલ હતો. આ કેસની તપાસ ચાલી રહી છે અને અમદાવાદ લાવ્યા પછી તેની વધુ પૂછપરછ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
