વસીમ અને નઇમે ISISના ભારતીય એજન્ટો વિષે તપાસમાં શું કહ્યું જાણો
રાજકોટથી પકડાયેલા બે આઇએસઆઇએસના એજન્ટોએ અને વસીમની પત્નીએ આઇએસઆઇએસ અને પોતાના હુમલા વિષે કેવી કબૂલાત કરી વિગતવાર જાણો અહીં.
રાજકોટ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીઓને આજે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અહીં NIAની ટીમ, એટીએસ સાથે મળીને આ મામલે તેમની પુછપરછ કરશે. વધુમાં ATS એ વસીમના પત્નીનું નિવેદન લેવાનું શરૂ કર્યું હતું. વસીમના પત્ની પતિની તમામ ગતિવિધિઓની જાણકારી ધરાવતી હોવાનું ATS ના સુત્રોએ જણાવ્યું હતું. જો કે પુછપરછમાં વસીમના ISIS સાથેના સંબંધ અંગે વસીમની પત્નીએ કોઈ જ સ્પષ્ટતા નહતી કરી. પણ તેમ છતાં હજુ પણ બે-ત્રણ વખત તેના નિવેદન લેવા બોલાવવામાં આવશે તેવું ATSના અધિકારીઓએ જણાવ્યું હતું.
Read also: 10મી માર્ચ સુધી રિમાન્ડ પર જતા પહેલા જ કહ્યું, ગુનો કર્યો છે!
ત્યારે હાલ આ કેસમાં વસીમ અને નઇમે એટીએસ આગળ થયેલી પુછપરછમાં કેવા સ્ફોટક ખુલાસાઓ કર્યા છે. તે અંગે વિગતવાર જાણો અહીં. વસીમ અને નઇમે બન્ને દ્વારા કરવામાં આવેલા ચોંકવનારા ખુલાસામાં આઇએસઆઇએસના ભારતમાં કેટલા એજન્ટો છે અને તેના આકા કોણ તે અંગે પણ ખુલાસા થયા છે તો વધુ વાંચો અહીં...

ત્રણ વાર પ્રયાસ
રાજકોટથી ISISના ઝડપાયેલા આતંકી મામલે બન્ને જણાએ જણાવ્યું કે આ પહેલા પણ લોકોમાં દહેશત ફેલાવવા માટે તેમણે ત્રણ વાર પ્રયાસ કર્યા હતા. આતંકી વસીમ દ્વારા ગુંદાવાડી ત્રણમાં આવેલી મોસમી બેન્ગલ્સ નામની દુકાનને ૬ મહિના પહેલા જલત પ્રવાહી નાખી સળગાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેની તેને ATS સમક્ષ કબુલાત કરી હતી, જે બાદ વસીમને ગુંદાવાડી લઇ જઇ આખો કિસ્સો સમજવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો. વધુમાં ભાવનગરમાં એક કાર પર પેટ્રોલ છાંટીને સળગવાનો પ્રયાસ પણ બંને ભાઈઓ દ્વારા કરવામાં આવ્યો હતો પણ નિષ્ફળ ગયા હતા.

લોનલી વુલ્ફ
એકલા જ અનેક લોકોની ઇજા ગ્રસ્ત કે મોતને ઘાટ ઉતારીને ભય ફેલવવાનો પ્લાન પણ બન્ને ભાઇઓએ કર્યો હતો. વસીમ ચોટીલા છરી લઇને ગયો હતો એક વ્યક્તિને ટાર્ગેટ બનાવી દહેશત ફેલાવવા માંગતો હતો. વધુમાં ઝડપાયાના બે થી ત્રણ દિવસ પહેલા સદર બજારમાં આવેલી એક ફટાકડાની દુકાનમાંથી તેણે ગન પાવડર લીધો હતો. તેવું પણ વસીમે જણાવ્યું. વધુમાં વસીમ અને તેના આકાની જપ્ત થયેલી ઓડિયો કલીપ FSLમાં મોકલાવામાં આવશે. પકડાતા પહેલા તે આઇએસના 3 હેન્ડલરના સંપર્કમાં હતો. અને વસીમે જણાવ્યું કે ગુજરાતમાં 40 થી વધુ આઇએસઆઇએસના એજન્ટો સક્રિય છે.

ભારતીય આકા
નોંધનીય છે કે આ આખા કેસમાં નઇમ અને વસીમ જે ISISના એજન્ટ જોડે વાત કરતા હતા તે કોઇ સીરિયા કે ઇરાકના આતંકી જૂથ આકા નહતા. જે ચોંકવનારી વાત છે. આ એજન્ટ ભારતથી જ તેમને ફોન કરીને દહેશત ફેલવવા માટે દિશા નિર્દેશ કરતા હતા. વળી પુછપરછમાં તે પણ બહાર આવ્યું છે કે કચ્છી અને હિન્દી ભાષાનો જ ઉપયોગ આ ભારતીય એજન્ટ કરતો હતો. વધુમાં ગુજરાતમાં પણ 40 વધુ એજન્ટો અને સ્લીપિંગ સેલ આવેલા છે તેવો ખુલાસો પણ તેમણે કર્યો હતો.

ગુજરાતમાં ISIS
નોંધનીય છે કે આ તમામ ખુલાસા પછી ગુજરાતમાં કેટલી હદે આઇએસઆઇએસ સક્રીય છે તેનું ચિત્ર સ્પષ્ટ થયું છે. વસીમ અને નઇમે જે હકીકતો કહી છે તે તમામ જો સાચી નીકળી તો હજી આ કેસમાં અનેક નવી વિગતો અને ખુલાસા બહાર આવશે.

Must Read:
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
