અમદાવાદઃ ચાર બાળકોની હત્યા કરી બંને ભાઇઓએ આપઘાત કર્યો
અમદાવાદઃ ચાર બાળકોની હત્યા કરી બંને ભાઇઓએ આપઘાત કર્યો
અમદાવાદઃ શુક્રવારે અમદાવાદના એક ફ્લેટમાંથી છ લાશો મળી આવી હતી. આ મામલે પલીસે વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન કેટલાક તથ્યો સામે આવ્યાં છે. પોલીસે કહ્યું કે પોતાના ચાર બાળકોની હત્યા કર્યા બાદ બંને વ્યસ્ક ભાઇઓએ આપઘાત કરી લીધો હતો. શુક્રવારે એક ફ્લેટમાં તમામની લટકતી હાલતમાં લાશ મળી હતી. પોલીસે જણાવ્યું કે તેમણે આર્થિક સંકડામણને કારણે આ પગલું ઉઠાવ્યું કે બીજા કોઇ કારણસર તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

બંને ભાઇઓએ કરી આત્મહત્યા
અમદાવાદ શહેરના જોઇન્ટ કમિશનર ઑફ પોલીસ નિપૂના એમ તોરવાણેએ જણાવ્યું કે, "પ્રાથમિત તપાસમાં ખુલાસો થયો કે બંને ભાઇઓ જૂદી-જૂદી ગાર્મેન્ટ શોપ પર કામ કરતા હતા. 17 જૂનના રોજ બાળકોને બહાર ફરવા લઇ જવાનું પત્નીઓને જણાવી તેઓ ઘરેથી નીકળી ગયા હતા. એક પોતાના બે બાળકો સાથે કારમાં 8.40 વાગ્યાની આસપાસ પહેલા રહેતા હતા તે ફ્લેટમાં ગયો, જ્યારે બીજો ભાઇ રાતના 10 વાગ્યાની આસપાસ સ્કૂટર પર સવાર થઇ પોતાના બે બાળકો સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો."

ફ્લેટમાંથી મૃતદેહ મળી આવ્યા
આ ફ્લેટ જીણકા ભાઇનો હતો જ્યાં પહેલાં આખો પરિવાર સાથે રહેતો હતો. જો કે 6 મહિના પહેલા તેઓ અલગ-અલગ ઘરમાં રહેવા ચાલ્યા ગયા હતા. જોઇન્ટ કમિશ્નરે આગળ જણાવ્યું કે ફ્લેટની બહાર અડધી ફાડેલી બેંકની નોટિસ મળી હતી, ચૂકવવાની થતી બાકી રકમની ખરાઇ કરવી હજી બાકી છે. પોલીસે કહ્યું કે કયા કારણોસર આ પગલું ભર્યું તે હજી સ્પષ્ટ નથી થયું અત્યારે અમે તેમના પરિજનો અને મિત્રોના નિવેદનો નોંધી રહ્યા છીએ અને વિવિધ એન્ગલથી તપાસ હાથ ધરી છે.

સુસાઇડ નોટ નથી મળી
પોલીસ અધિકારીએ કહ્યું કે, હજી સુધી સુસાઇડ નોટ મળી નથી. બે દિવસ સુધી બંને ભાઇઓ ઘરે ના આવતાં તેમની પત્નીઓ જૂના ફ્લેટે છે કે નહિ તે ચકાશવા જૂના ફ્લેટે પહોંચી તો ફ્લેટ અંદરથી લૉક હતો, તેમણે પાડોશીઓને જાણ કરી, બપોરના 3 વાગ્યાની આસપાસ લોકલ પોલીસને જાણ કરી, બાદમાં દરવાજો તોડવામાં આવ્યો તો અંદરથી 4 બાળકો સહિત 6 લોકોની લટકતી હાલતમાં લાશ મળી આવી. ડ્રોઇંગ રૂમમાં બંને ભાઇઓની લાશ લટકતી હતી, બે છોકરીઓની લાશ રસોડામાં લટકતી મળી આવી અને બીજા બેડરૂમમાં બે છોકરાઓની લાશ લટકતી હાલતમાં મળી આવી.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
