For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બે વર્ષ પહેલાંથી જ આદર્શ ગ્રામની દિશામાં આગળ વધી ગયું હતું ગુજરાતનું આ ગામ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 2 નવેમ્બરઃ સમાજનો સુખી, સંપન્ન વર્ગ પોતાના ગામ કે માતૃભૂમિનું ઋણ ચૂકવવા પોતાના મૂળ વતન એવા પોતાના ગામને આદર્શ બનાવવા જો આગળ આવે તો સ્વાભાવિક રીતે જ આવા ગામ આદર્શ બને જ. ગઢડા તાલુકાના ઉગામેડી ગામને આગામી દિવસોમાં અનેક પ્રકારની સુવિધાઓથી સંપન્ન આદર્શ ગામ બનાવવાનો હજુ હમણા જ વિવિધત પ્રારંભ થયો, પરંતુ તેની પ્રક્રિયા ગામના સપૂત અને સુરત રહેતા દાતા લાલાજીભાઇ પટેલ તથા ઉગામેડી ગામના સક્રિય આર્થિક સહયોગના કારણે બે વર્ષ પહેલા શરૂ થઇ ગઇ હતી.

દાતા લાલજી પટેલે રૂ. 1.25 કરોડ અને ગામના લોકોએ 1.25 કરોડ રૂપિયાનું ફંડ ભેગુ કરી ગામની સોનલ નદીને ભરવાનું તથા તેના પર બંધાયેલા 3 મોટા ચેકડેમ ઉંડા કરી તેની સંગ્રહક્ષમતા વધારતા થયેલ જળસંચય અને ગામની 70 ટકા ખેતી ડ્રીપ ઇરિગેશનથી થતા આજે ઉગામેડી ગામ કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર બની. અછત જેવા નબળા વર્ષમાં પણ કરોડો રૂપિયાનું કૃષિ ઉપાર્જન મેળવતું થયું છે, જે આદર્શ ગ્રામનો પાયો બની રહેશે. વધુ વાંચવા તસવીરો પર ક્લિક કરો.

બે વર્ષ પહેલા આ દિશામાં કાર્યવાહી હાથ ધરાઇ હતી

બે વર્ષ પહેલા આ દિશામાં કાર્યવાહી હાથ ધરાઇ હતી

કોઇ પણ ગામ આદર્શ પર આધારિત ન રહેતા જળવ્યવસ્થાપનની ગામમાં ઉત્તમ વ્યવસ્થા હોય એટલે જ ઉગામેડી ગામમાં બે વર્ષ પહેલા આ દિશામાં કાર્યવાહી હાથ ધરાઇ હતી. ઉગામેડી સરકારની યોજનાઓ અને જનગાભીદારીથી 100થી વધુ ચેકડેમ બનેલા જ છે, પણ આ ગામના જળસંચયની વિશિષ્ટતા પોતાના ખર્ચે આ ચેકડેમ અને નદીમાં પાણીની સંગ્રહશક્તિ વધારવા ઉપાડેલા કામોમાં રહેલી છે. 2.50 કરોડના સ્વ.ખર્ચે ઉગામેડીમાં ત્રણે ચેકડેમમાં પાણીની સંગ્રહશક્તિ વધતા આજે પણ આ ત્રણેય ચેકડેમ છલોછલ ભરેલો જોવા મળે છે. એ જ રીતે બીજા વર્ષે ગામના ત્રણ તળાવોને 24-26 ફૂટ ઉંડા કરાયા.

તળાવ અને ચેકડેમમાં પણ પાણી ભરેલું રહે છે

તળાવ અને ચેકડેમમાં પણ પાણી ભરેલું રહે છે

આ વિશાળ તળાવો અને તેમાંથી સોનલ નદીને પાણીથી ભરી દેવા ગામથી દૂર વહેતી કેરી નદીનું પૂરનું પાણી ઠલવાય તેવું ગયા વર્ષે આયોજન કરી એ કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. અઢી કિ.મી લાંબી અને 3 ફૂટ ડાયામીટરવાળી સ્ટીલ પાઇપલાઇન ભૂગર્ભમાં નાંખી કેરી નદીનું પાણી કે જે ચોમાસામાં દરિયામાં વહી જતું હતું તે પાણીથી સોનલ નદીને ગયા વર્ષે અને આ વર્ષે ભરી દેવામાં આવી હતી. આ પાઇપલાઇન નેટવર્કના કારણે આજે સોનલ નદી અંદાજે ચારેક કિ.મીની લંબાઇમાં વહેતી જોવા મળે છે, ઉપરાંત તળાવ અને ચેકડેમમાં પણ પાણી ભરેલું રહે છે.

આજુબાજુના દસેક ગામોની ખેતીને પણ તેનો લાભ મળી રહ્યો છે

આજુબાજુના દસેક ગામોની ખેતીને પણ તેનો લાભ મળી રહ્યો છે

જળસંચયની આ કામગીરીના કારણે અસંખ્ય કૂવાઓની જળસપાટી 70થી 90 ફૂટ ઉંચી આવી છે તથા ડ્રીપ ઇરિગેશનનના કારણે ઉગામેડીની 2000 હેક્ટર ખેતી જમીનને સિંચાઇનો લાભ મળી રહ્યો હોવાનું લાલજી પટેલનું કહેવું છે. લાલજી પટેલે જણાવ્યા પ્રમાણે ઉગામેડી ઉપરાંત આજુબાજુના દસેક ગામોની ખેતીને પણ તેનો લાભ મળી રહ્યો છે.

ખેતી થઇ રહી છે સારી

ખેતી થઇ રહી છે સારી

જળસંચયના કામને હજૂ પણ વેગ મળે, ગામના ચેકડેમ, તળાવ અને નદી ઉંડી થાય તે માટે તથા ગામને આદર્શ બનાવવા માટે લાલાજી પટેલે વધુ 11 કરોડનો ફાળો આપ્યો છે. જળસંચય ઉપરાંત ગામમાં 70 ટકા વિસ્તારમાં ટપક પદ્ધતિથી જ ખેતી થતાં કપાસના પાકોમાં સતત વધારો થતો હોવાનું જોવા મળી રહ્યું છે અને ચાલું વર્ષે પણ કપાસનો પાક સારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આદર્શ ગ્રામનું ઉત્તમ ઉદાહરણ સાબિત થશે

આદર્શ ગ્રામનું ઉત્તમ ઉદાહરણ સાબિત થશે

જે પ્રકારે દાતાઓ અને ગામના સહયોગથી વિકાસની પગદંડી પર ઉગામેડી ગામે આગળ વધી રહ્યું છે, તેનાથી ચોક્કસપણે કહીં શકાય કે આવનારા સમયમાં તે એક આદર્શ ગ્રામનું ઉત્તમ ઉદાહરણ સાબિત થશે.

English summary
ugamedi village in way of adarsh gram since last two years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X