ગુજ.માં ઉમા ભારતી: ગાંધીજીની હત્યાથી ફાયદો કોને?

Written By:
Subscribe to Oneindia News

રાજ્યમાં 15 દિવસ લાંબી ભાજપની ગુજરાત ગૌગરવ યાત્રામાં રોજ નવા-નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં ભાજપ જરા પણ કચાશ રાખવા માંગતું નથી. કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની બાદ ઉમા ભારતી અને શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોદી આદિત્યનાથ ગૌરવ યાત્રામાં જોડાયા હતા. ઉમા ભારતી સાથે રાજસ્થાનન મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ ગૌરવ યાત્રાનો ભાગ બન્યા હતા. તેમણે બનાસકાંઠાના દિયોદર ખાતે પત્રકાર પરિષદ પણ યોજી હતી અને જનસભાનું સંબધોન પણ કર્યું હતું.

uma bharti gujarat gaurav yatra

પોતાના સંબોધનમાં ઉમા ભારતીએ કહ્યું કે, ગુજરાતમાં 165માંથી 160 બેઠકો ભાજપને મળશે. સેક્લયુલરિઝમને અર્થ છે, તમામ ધર્મોનું સન્માન કરવું. તો પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પર આડકતરો પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, એ આજે પણ વિચારનો વિષય છે કે, ગાંધીજીની હત્યાથી ફાયદો કોને થયો અને નુકસાન કોને થયું? મહાત્મા ગાંધીની હત્યાથી દેશને અને સંઘને નુકસાન થયું છે, અમે આજ સુધી એ નુકસાન ભોગવી રહ્યાં છીએ. પરંતુ કોંગ્રેસને તેનો સીધો ફાયદો મળ્યો છે. ગાંધીજી કોંગ્રેસ બંધ કરવાના હતા, તેમણે ઘોષણા પણ કરી દીધી હતી. હકીકતમાં ગાંધીજીની હત્યા એ વિચારણીય વિષય છે. હત્યા ભલે ગોડસેએ કરી હોય, પરંતુ ગોડસેને ભડકાવવાનું કામ કોણે કર્યું હતું? આ આજના સમયે પણ ખૂબ સમજવા જેવી બાબત છે. તેમણે દિયોદર ઉપરાંત થરાજ, વાવ, ભાભર અને રાધનપુર વિધાનસભા બેઠક ખાતે પણ જનસભાનું સંબોધન કર્યું હતું.

English summary
Uma Bharti visited Gujarat to take part in Gujarat Gaurav Yatra, she spoke about Congress and murder of Mahatma Gandhi. Read all the details here in Gujarati.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.