ઉપર નાળિયેર, નીચે દારૂ, દારૂ ઘુસાડવાની નવી રીત

Subscribe to Oneindia News

ગુજરાતમાં દારૂબંધી હોવાન કારણે બુટલેગરો નીતનવા અખતરા કરતા જ રહેતા હોય છે જેથી કરીને તે ગુજરાતમાં દારૂની હેરફેર ચાલુ રાખી શકે. અને પોલીસ પણ સામે પક્ષે તેમના આ પેંતરાને પકડી પાડી પોતાનું કામ યોગ્ય કરે છે. આવું જ કંઇક બન્યું છે ઉનાના દેલવાડા ગામમાં જ્યાં રેન્જ આઈ. જી રાજકુમાર પાન્ડીયનની સૂચના મુજબ આર. આર. સેલ ના ભરતભાઇ રબારી, ગોવિંદભાઈ વાળા, સહિતની ટીમે છકડો રીક્ષામાં નારિયેળના કચરા નીચે છુપાવી સંઘ પ્રદેશ દીવમાંથી ગુજરાતમાં ઘુસાડતો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો.

LIQuor

જો કે આ ઘટનામાં બુટલેગર દારૂ ભરેલી રીક્ષા છોડી નાશી છૂટ્યો હતો. પણ પોલીસે અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી એક લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. નોંધનીય છે કે દારૂબંધી ની કડક કાર્યવાહી ના પગલે બુટલેગરો દ્વારા દારૂ ની હેરફેર માટે અવાર નવાર આવા અવનવા નુસખા અપનાવવામમાં આવે છે. પણ પોલીસથી તે લાંબા સમય સુધી બચી નથી શકતા.

English summary
Una police seized worth 1 lakh liquor from Auto Rickshaw. Read more on it
Please Wait while comments are loading...