ગાંધીનગરમાં G20 આરોગ્ય મંત્રીની બેઠકમાં પરિણામ દસ્તાવેજને સર્વસંમતિથી અપનાવવામાં આવ્યો
G20 આરોગ્ય મંત્રીઓની બેઠકમાં પરિણામ દસ્તાવેજને સર્વસંમતિથી અપનાવવામાં આવ્યો હતો, જેના માટે G20ના તમામ પ્રતિનિધિમંડળોએ ફકરા 22* સિવાય બાકીના દસ્તાવેજને સંમતિ આપી હતી. ફકરો 22 અધ્યક્ષના સારાંશથી સંબંધિત છે. પરિણામ દસ્તાવેજે વૈશ્વિક આરોગ્ય આર્કિટેક્ચરને મજબૂત કરવાનું એકધારું ચાલુ રાખવા માટે G20 દેશોની પ્રતિબદ્ધતાની ફરીથી પુષ્ટી કરી છે.

કોવિડ-19 મહામારીમાંથી બોધપાઠ લઇને, G20 દેશો વધુ લવચિક, સમાન, ટકાઉક્ષમ અને સર્વસમાવેશી આરોગ્ય પ્રણાલીઓનું નિર્માણ કરવા માટે એક સર્વસંમતિ પર પહોંચ્યા છે, જે હાલમાં ચાલી રહેલા વૈશ્વિક આરોગ્યલક્ષી પડકારો અને ભવિષ્યની જાહેર આરોગ્યની કટોકટીઓનો સલામત, અસરકારક, ખાતરીપૂર્ણ ગુણવત્તા અને પરવડે તેવી રસીઓ, ઉપચારશાસ્ત્ર, નિદાન અને ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો (LMIC) અને નાના આઇલેન્ડ વિકાસશીલ દેશો (SIDS) સહિતના દેશો માટે અન્ય તબીબી પ્રતિરોધક પગલાંઓની સમાન પહોંચની મદદથી સામનો કરવા માટે સજ્જ છે.
G20 દેશોએ લોકોને પૂરવસજ્જતાના કેન્દ્રમાં રાખીને અને અસરકારક રીતે પ્રતિસાદ આપવા માટે તેમને સજ્જ કરીને રાષ્ટ્રીય આરોગ્ય તંત્રને મજબૂત બનાવવાના મહત્વની ફરીથી પુષ્ટિ કરી છે. આરોગ્ય પ્રણાલીઓમાં લૈંગિક સમાનતા પ્રાપ્ત કરવાના દૃષ્ટિકોણથી, મહિલાઓ અને છોકરીઓની વિશિષ્ટ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, આરોગ્ય પ્રણાલી ડિઝાઇન કરતી વખતે લિંગ પરિપ્રેક્ષ્યને મુખ્ય પ્રવાહમાં લાવવાના મહત્વને પણ તેમણે ઓળખી કાઢ્યું છે. આનાથી સાર્વત્રિક આરોગ્ય કવરેજ (UHC) પ્રાપ્ત કરવામાં મદદ મળશે, જેનો ઉદ્દેશ્ય પ્રાથમિક આરોગ્ય સંભાળને મજબૂત બનાવવાનો અને આવશ્યક આરોગ્ય સેવાઓમાં સુધારો કરવાનો છે.
G20 દેશોએ લાંબા સમય સુધી ચાલેલા કોવિડ વિશેની આપણી સમજણ ઉપરાંત વ્યક્તિ પર, સામાજિક અને આર્થિક સ્તરો પર તેમજ કોવિડ પછીના સમય સંબંધિત આરોગ્ય સેવાઓ પરના તેના પરિણામોને સુધારવાની જરૂરિયાતને ઓળખી કાઢી છે; અને લાંબા સમયના કોવિડમાં સર્વેલન્સ તેમજ સંશોધનના મહત્વની નોંધ લીધી છે. તેમણે એ વાતની પુષ્ટિ કરી છે કે, "કોઇ પાછળ ન રહી જાય"ના અંતર્ગત સિદ્ધાંત દ્વારા અસરકારક સામુદાયિક સહભાગીતા દ્વારા અને કટોકટીથી અસરગ્રસ્ત વ્યવસ્થાઓમાં રહેલી સંવેદનશીલ વસ્તીને ધ્યાનમાં રાખીને, એક સ્વસ્થ ભવિષ્યનું નિર્માણ કરવા અને રાષ્ટ્રીય આરોગ્ય પ્રણાલીઓને એક કેન્દ્રિત, દૃઢીકૃત અને મજબૂત બનાવવામાં આવે તે વર્તમાન સમયની જરૂરિયાત છે.
ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ 'એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય'ની સર્વોપરી થીમ હેઠળ, G20 દેશોએ 3 આરોગ્ય પ્રાથમિકતાઓ પર ચર્ચા કરી હતી:
આરોગ્ય કટોકટી નિવારણ, પૂર્વસજ્જતા અને પ્રતિભાવ [PPR] (એક આરોગ્ય અને એન્ટિમાઇક્રોબાયલ પ્રતિકાર [AMR] પર ધ્યાન કેન્દ્રિત કરીને),
સલામત, અસરકારક, ગુણવત્તાપૂર્ણ અને પરવડે તેવા તબીબી પ્રતિરોધક પગલાં - VTD (રસીઓ, ઉપચારશાસ્ત્ર અને નિદાન)ની ઉપલબ્ધતા અને સુલભતા પર ધ્યાન કેન્દ્રિત કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સહકારને મજબૂત બનાવવો અને
સાર્વત્રિક આરોગ્ય કવરેજ અને આરોગ્ય સંભાળ સેવા પહોંચાડવામાં સુધારો લાવવા માટે ડિજિટલ આરોગ્ય આવિષ્કાર અને ઉકેલ .
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
