મોદી ગુજરાતની મુલાકાતે, રાજકોટમાંથી મળ્યાં બિનવારસી હથિયારો

Subscribe to Oneindia News

રાજ્યમાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ગુજરાત મુલાકાતની તૈયારીઓ ચાલી રહી છે, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક દિવસ પહેલાં જ ગુજરાત પહોંચી ગયા છે. ગુજરાતમાં કડક સુરક્ષા બંદોબસ્ત જોવા મળશે. એવામાં રાજકોટ ના જસદણ તાલુકાના આટકોડ ગામ પાસેથી પોલીસને બિનવારસી હથિયારો મળી આવતાં લોકો ચોંકી ઉઠ્યા હતા.

અહીં વાંચો - કાલે આવે છે મોદી ગુજરાતમાં, PM બન્યા પછી આ છે 10મી વાર

undefined

જસદણ તાલુકાના આટકોટ ગામ નજીકની ગોંડલ ચોકડીના પુલ નીચેથી આ હથિયારો મળી આવ્યા હતા. કોઇ અજાણ્યો વ્યક્તિ પુલ નીચે આ થેલી ફેંકીને ભાગી ગયો હતો. આસપાસના લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસે તે થેલીની તપાસ કરી હતી.

police

આ થેલીમાંથી પોલીસને એક દેશી બનાવટની પિસ્તોલ, એક દેશી બનાવટનો તમંચો, 20 કારતૂસ, 3 ફૂટેલા કારતૂસ અને 8 રિવોલ્વર કારતૂસ મળી આવ્યા છે. પોલીસે આ તમામ હથિયારો જપ્ત કર્યા છે. થેલી ફેંકી જનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.

English summary
Unclaimed weapons found in Rajkot before PM Narendra Modi's Gujarat visit.
Please Wait while comments are loading...