For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંડર કરંટ ભાજપની વિરુદ્ધમાં છે : શંકરસિંહ

|
Google Oneindia Gujarati News

shankarsinh vaghela
કપડવંજ, 1 ડિસેમ્બર: ગુજરાત રાજયની વિધાનસભાની ચૂંટણીઓ માટે ૧ર૦-કપડવંજ મતવિસ્તારની બેઠક ઉપરથી કોંગીના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ જનમેદની સાથે આજે ઉમેદવારીપત્ર ભર્યું હતું. ઉમેદવારીપત્ર ભર્યા બાદ અત્રેના ટાઉન હોલ ખાતે વિશાળ જનમેદની સમક્ષ શંકરસિંહ વાઘેલાએ ભાજપના શાસન ઉપર આકરા પ્રહાર કરીને વિવિધ રીતે નિષ્ફળ નિવડેલી સરકારને દૂર કરીને હવે કોંગીની સરકાર રચાશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યા હતો.

શંકરસિંહ વાઘેલાએ કપડવંજ બેઠક પરથી ફોર્મ ભર્યું

કોંગીના અગ્રણી નરહરિ અમીનની નારાજગી વિષે તેઓએ "ઘી ના ઠામમાં ઘી પડી રહેશે"તેમ જણાવીને સમાધાન થશે અને મણીનગરની બેઠક ઉપરથી શ્વેતા ભટ્ટના કોંગી દ્વારા ઉમેદવારીપત્ર ભરવા અંગેના પ્રશ્નોમાં "અબળા" હવે "પ્રબળા" બને તેમાં કશું ખોટું નથી તેમ જણાવીને અન્યાય સામે લડવા અનુરોધ કર્યો હતો.

કપડવંજ-કઠલાલના કોંગીના સંભવીત ઉમેદવારો મણીભાઈ પટેલ, કાળુસિંહ ડાભી તથા રાજેશ ઝાલાનું પણ તેઓની ઉમેદવારી રીતે સમર્થન છે તેમ જણાવીને તેઓનો બાપુ આભાર માન્યો હતો. કોંગીના ચૂંટણી ઢંઢેરાનો અમલ સરકાર બનાવ્યા બાદ ફટાફ અને ટનાટન થશે તેમ લોકોને ખાત્રી આપી હતી. ગુજરાતમાં મારો પ્રવાસ થાય છે તેમાં અંડર કરંટ ભાજપની વિરૂધ્ધમાં છે સરકારના ભ્રષ્ટ મંત્રીઓ છે જેમાંના ૮૦ ટકા મંત્રીઓ તેમને કરેલા કુકર્મો અને ભ્રષ્ટાચારને લીધે હારશે. પત્રકારોના પ્રશ્નોના પ્રત્યુત્તરોમાં બાપુએ ગુજરાત સરકારના વર્તમાન શાસનને કે.લાલની માયાજાળ સાથે સરખાવ્યું હતું.

English summary
under current is against narendra modi said Shankarsinh Vaghela at kapadvanj.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X