વર્લ્ડ હેરિટેજ માટે શોર્ટલિસ્ટ કરાયું કચ્છનું ઘુડખર અભયારણ્ય

કચ્છના નાના રણનું આ અભયારણ્ય 5000 સ્ક્વેર કિલોમિટર્સમાં આવેલું છે. વિશ્વનું આ એકમાત્ર સ્થળ છે જ્યાં ઘુડખર એટલે કે જંગલી ગધેડા જીવંત છે અને જોવા મળે છે.
ઘુડખર અભયારણ્ય પહેલાં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સના લિસ્ટ માટે યુનેસ્કો દ્વારા ધોલાવિરા, રાણીની વાવ( પાટણ) અને ઐતિહાસિક શહેર અમદાવાદને પણ આ યાદીમાં મુકવામાં આવ્યા છે.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ હેરિટેજની યાદીમાં આ પહેલા યુનેસ્કો દ્વારા પાવાગઢના ચાંપાનેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતે ગર્વ લેવા જેવી બાબત છે કે હવે આ યાદીમાં સ્થાન પામવા માટે ઘુડખર અભયારણ્ય પણ તૈયાર છે.












Click it and Unblock the Notifications
