હેલ્થકેર એ માત્ર એક ક્ષેત્ર જ નથી, પરંતુ એક મિશન છે: મનસૂખ માંડવીયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માડવીયા જી 20 સમીટમાં ભાગ લેવામાટે ગુજરાતમાં હાજર છે. ત્યારે તેમના દ્વારા ગાંધીનગર ખાતે આવેલ જન ઔષધી કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જી 20 આરોગ્ય મંત્રીઓની બેઠક મળી હતી.

અમારું વિઝન સ્પષ્ટ છે, અમારાં લક્ષ્યો મહત્વાકાંક્ષી છે, અને અમારો નિશ્ચય અવિરત છે." એમ કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગાંધીનગરમાં જી-20 આરોગ્ય મંત્રીની બેઠક દરમિયાન ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે ભારતીય ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને જી-20 મંત્રીઓ અને પ્રતિનિધિઓને કરેલાં મુખ્ય સંબોધનમાં જણાવ્યું હતું.
ડૉ. માંડવિયાએ ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ઉપકરણોનાં ક્ષેત્રમાં ભારતની કુશળતાને ગર્વભેર સ્વીકારી હતી અને ફાર્માસ્યુટિકલ ઉત્કૃષ્ટતા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકેની તેની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "ભારતને વૈશ્વિક ફાર્માસ્યુટિકલ લેન્ડસ્કેપમાં પાયાના પથ્થર તરીકે માન્યતા આપવામાં આવી છે." પરવડે તેવી, ઉચ્ચ-ગુણવત્તાની દવાઓ પૂરી પાડવાનાં દેશનાં સમર્પણ અને વૈશ્વિક સુલભતામાં તેનાં નોંધપાત્ર યોગદાન પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં ભારત વિશ્વની રસીની જરૂરિયાતોનો લગભગ 60 ટકા હિસ્સો અને જેનરિક નિકાસનો 20-22 ટકા હિસ્સો પૂરો પાડે છે.
ડૉ. માંડવિયાએ માનવતાની સુખાકારી માટે ભારતની, ખાસ કરીને કોવિડ-19 મહામારી દરમિયાન પ્રદર્શિત અતૂટ કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. "મહામારી સામેની લડાઈમાં, ભારતે લગભગ 185 દેશોને આવશ્યક દવાઓનો પુરવઠો પૂરો પાડ્યો હતો," એમ તેમણે ગર્વથી શેર કર્યું હતું અને વૈશ્વિક નેતા તરીકે ભારતની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
મુખ્ય સંબોધનમાં આરોગ્યસંભાળનાં ભાવિ માટે ભારતના દ્રષ્ટિકોણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જે વૉલ્યુમ-આધારિત અભિગમોમાંથી મૂલ્ય-આધારિત નેતૃત્વ મૉડલ તરફની સંક્રાંતિની આસપાસ કેન્દ્રિત હતું. તેમણે ઉમેર્યું હતું કે, "ગુણવત્તા, સુલભતા અને હેલ્થકેરમાં પરવડે તેવી ક્ષમતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અવિશ્વસનીય છે." પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ, ભારતની સરકાર આરોગ્યસંભાળ ક્ષેત્રમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે મક્કમ છે.












Click it and Unblock the Notifications
