કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે GSRTCની ૩૨૧ અદ્યતન નવીન બસોનું લોકાર્પણ કરાયું
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તથા ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ GSRTCની આ બસોનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી અને લીલી ઝંડી બતાવીને આ બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું.

GSRTCની આ બસો કુલ ૧૨૫ જેટલા ડેપોમાં કાર્યરત કરાશે અને ૧ લાખ ૨૫ હજાર કિલોમીટરની મુસાફરી તય કરશે. આ બસોનો સીધો લાભ ગામડાના છેવાડાના લોકોને કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને આમ નાગરિકોને સરળતાથી પ્રાપ્ત થશે અને દરરોજ કુલ ૪૯,૫૦૦થી વધારે મુસાફરો આ બસોનો લાભ મેળવી શકશે.
છેલ્લા પાંચ મહિનામાં કુલ 818 જેટલી બસોનું લોકાર્પણ રાજ્ય સરકાર દ્વારા કરાયું*
અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2022માં નવી સરકાર રચાયા પછી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ બસોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં 800થી વધારે બસોનો ઉમેરો થયો છે. ગત તા. 13/02/23ના રોજ ગાંધીનગર બસ સ્ટેશન ખાતે 151 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં 40 સ્લીપર કોચ બસો તથા 111 લકઝરી બસોનો સમાવેશ થયો હતો. ત્યાર બાદ તા. 12/03/23 ના રોજ જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે 151 બસોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં 30 સ્લીપર કોચ બસો, 70 લકઝરી બસો અને 51 રેડી બિલ્ટ મીડી બસોનો સમાવિષ્ટ હતી.
એ પછી તા. 12/04/23 ના રોજ પાલનપુર બસ પોર્ટ ખાતે 70 બસોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં 10 સ્લીપર કોચ બસ, 25 લકઝરી બસ અને 35 રેડી બિલ્ટ મીડી બસોનો સમાવેશ થયો. ત્યાર પછીતા. 29/04/23 ના રોજ વલસાડ વિભાગના નવસારી બસ પોર્ટ ખાતે 125 બસોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં 20 સ્લીપર કોચ બસ, 35 લકઝરી બસ તથા 70 રેડ બિલ્ટ મીડી બસોનો સમાવેશ કરાયો.
આમ, છેલ્લા પાંચ મહિનામાં કુલ 818 જેટલી બસોનું લોકાર્પણ રાજ્ય સરકાર દ્વારા કરાયું છે.












Click it and Unblock the Notifications
