For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિક્ષિકા આનંદીબેને બે વિદ્યાર્થિનીઓને ડૂબતા બચાવી હતી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 22 મે: પદનામીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારીના રૂપમાં ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી બનવા જઇ રહેલા આનંદીબેન પટેલે તેમના શિક્ષિકા જીવન દરમિયાન બે વિદ્યાર્થિનીઓને ડૂબતા બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યા બાદથી ચર્ચામાં રહી ચૂક્યા છે. તેઓ એક ઊંડા જળાશય કૂદવા સહિત ઘણા સાહસિક કારનામા કરવા બદલ વીરતા પુરસ્કાર પણ હાસિલ કરી ચૂકી છે.

વિદ્યાર્થીઓને બચાવવા માટે જળાશયમાં કૂદવાની ઘટનાએ એક પ્રકારે તેમના રાજનૈતિક જીવનની પણ શરૂઆત કરી હતી. 21 નવેમ્બર 1941ના રોજ મહેસાણા જિલ્લાના વીજાપુર તાલુકાના ખરોડ ગામમાં જન્મેલા આનંદીબેને વર્ષ 1987માં શિક્ષિકા તરીકે આ સાહસિક કાર્ય કરી બતાવ્યું હતું. તેમની શાળા મોહીનાબા ગર્લ્સ સ્કૂલની ટીમ નવગામમાં નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમની નજીક પિકનિક માટે ગઇ હતી. તે દરમિયાન નહાવા ગયેલી બે વિદ્યાર્થિનીઓ ડૂબવા લાગી. આવું જોતા આનંદીબેન તુરંત જળાશયમાં કૂદકો લગાવી દીધો અને બંનેને બચાવી લીધા.

તેમની આ બહાદૂરી પર તેમને વર્ષ 1988માં રાજ્યપાલ તરફથી સર્વશ્રેષ્ઠ શિક્ષિકા અને બીજા વર્ષે રાષ્ટ્રપતિ તરફથી આવું જ સન્માન મળ્યું હતું. આનંદીએ નાનપણમાં ચોથા ધોરણથી લઇને આઠમા ધોરણ સુધી બોયસ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો કારણ કે તે સમયે તેમના વિસ્તારમાં છોકરીઓ માટેની અલગ શાળા ન્હોતી. તેઓ સ્કૂલના 700 વિદ્યાર્થીઓમાં એકમાત્ર વિદ્યાર્થિની હતી. તેમને તેમની બહાદુરી ભરેલા કાર્યો અને એથલેટિક્સમાં તેમના શાનદાર પ્રદર્શન માટે વીર બાળા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જાણો આનંદીબેન વિશેની કેટલીંક જાણી-અજાણી વાતો...

શિક્ષિકા તરીકે આનંદીબેન પટેલ

શિક્ષિકા તરીકે આનંદીબેન પટેલ

21 નવેમ્બર 1941ના રોજ મહેસાણા જિલ્લાના વીજાપુર તાલુકાના ખરોડ ગામમાં જન્મેલા આનંદીબેને વર્ષ 1987માં શિક્ષિકા તરીકે આ સાહસિક કાર્ય કરી બતાવ્યું હતું. તેમની શાળા મોહીનાબા ગર્લ્સ સ્કૂલની ટીમ નવગામમાં નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમની નજીક પિકનિક માટે ગઇ હતી. તે દરમિયાન નહાવા ગયેલી બે વિદ્યાર્થિનીઓ ડૂબવા લાગી. આવું જોતા આનંદીબેન તુરંત જળાશયમાં કૂદકો લગાવી દીધો અને બંનેને બચાવી લીધા.

રાજ્યપાલ અને રાષ્ટ્રપતિએ સન્માન્યા

રાજ્યપાલ અને રાષ્ટ્રપતિએ સન્માન્યા

તેમની આ બહાદૂરી પર તેમને વર્ષ 1988માં રાજ્યપાલ તરફથી સર્વશ્રેષ્ઠ શિક્ષિકા અને બીજા વર્ષે રાષ્ટ્રપતિ તરફથી આવું જ સન્માન મળ્યું હતું.

બોયસ સ્કૂલમાં કર્યો અભ્યાસ

બોયસ સ્કૂલમાં કર્યો અભ્યાસ

આનંદીબેને નાનપણમાં ચોથા ધોરણથી લઇને આઠમા ધોરણ સુધી બોયસ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો કારણ કે તે સમયે તેમના વિસ્તારમાં છોકરીઓ માટેની અલગ શાળા ન્હોતી. તેઓ સ્કૂલના 700 વિદ્યાર્થીઓમાં એકમાત્ર વિદ્યાર્થિની હતી.

વીર બાળા પુરસ્કારથી સન્માનિત

વીર બાળા પુરસ્કારથી સન્માનિત

તેમને તેમની બહાદુરી ભરેલા કાર્યો અને એથલેટિક્સમાં તેમના શાનદાર પ્રદર્શન માટે વીર બાળા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

એમએસસી ગોલ્ડ મેડાલીસ્ટ

એમએસસી ગોલ્ડ મેડાલીસ્ટ

ગુજરાતને પહેલીવાર એવો મુખ્યમંત્રી મળી રહ્યા છે જે એમએસસી ગોલ્ડ મેડાલીસ્ટ છે. તેમણે શિક્ષક તરીકે રાષ્ટ્રપતિના હાથે પુરસ્કાર પ્રાપ્ત કરેલો છે.

 શિક્ષક સ્વભાવે કડક હોય

શિક્ષક સ્વભાવે કડક હોય

મોદીએ કહ્યું કે શિક્ષક સ્વભાવે કડક હોય પરંતુ તે વિદ્યાર્થીઓના હીત માટે જ હોય છે.

તેમણે ઉત્તમ કામ કર્યું છે

તેમણે ઉત્તમ કામ કર્યું છે

તેઓ 16-17 વર્ષથી મંત્રી છે અને 10 જેટલા મંત્રાલય તેમણે ચલાવ્યા છે, અને તેમણે તે ઉત્તમ રીતે ચલાવ્યા છે.

શિક્ષણમંત્રી તરીકે ઉત્તમ પ્રદાન

શિક્ષણમંત્રી તરીકે ઉત્તમ પ્રદાન

કેશુભાઇ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમનું ભાષણ 80 ટકા શિક્ષણ પર બોલાતુ હતું કારણ કે આનંદીબેન શિક્ષણમંત્રી હતા.

મોદી વિશ્વાસ વ્યક્ત કર્યો

મોદી વિશ્વાસ વ્યક્ત કર્યો

આનંદીબેન છેલ્લા પાંચ-સાત વર્ષમાં રેવન્યૂના જે રિફોર્મ થયા છે, જે છેલ્લા દસ વર્ષમાં નથી થયું તે કરવાનો શ્રેય સમગ્ર દેશમાં આનંદીબેનને જાય છે. મહિલા તરીકે લોકોને આનંદીબેન મુખ્યમંત્રી તરીકે ઉત્તમ પૂરવાર થશે તેનો મને વિશ્વાસ છે.

English summary
Some unknown facts about Gujarat's news CM Anandiben Patel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X