ગોંડલમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ

આ અંગે મળેલી માહિતી અનુસાર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં અચાનક જ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજે જાણે કે ચોમાસું ના બેસી ગયું હોય તેવું વાતાવરણ સર્જાઇ ગયું હતું. મોડી સાંજે અચાનક જ ધોધમાર વરસાદ પડતાં ગ્રામજનો કુદરતના આ બદલાયેલા રૂખને જોતા રહી ગયા હતા.
એક સમયે લોકોને એવું લાગી રહ્યું હતું કે આ માવઠું રોકાઇ જશે પરંતુ એકથી અઢી ઇંચ પડેલા આ વરસાદના પગલે બિલયાળાની આસપાસ નદીમાં પૂર આવી ગયું હતુ અને ચેકડેમ ઓવર ફ્લો થઇ ગયા હતા.
અત્રે નોંધનીય છે કે, પાણીની તંગીથી ઝઝૂમી રહેલી પ્રજા માટે આ કમોસમી વરસાદથી નદીમાં પાણીના નીર આવતા લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.












Click it and Unblock the Notifications
