હાલ માવઠું પીછો નહીં છોડે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાતમાં હાલ માહોલ બગડ્યો છે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પાકને ભારે નુકસાન થયા બાદ હવામાન વિભાગે વધુ ઠંડી અને ફરી કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની નવી આગાહી મુજબ, આગામી 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. આના પગલે સુરત, નવસારી, ડાંગ, તાપી અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે. આ ઉપરાંત આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની અને ઠંડા પવનો ફૂંકાવાની પણ આગાહી છે.

આ સિવાય અંબાલાલ પટેલે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં, કમોસમી વરસાદની શક્યતા જણાવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વર્તમાન ઠંડીમાં હજુ વધારો થશે, અને શહેરો તેમજ ગામોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે તેવી પણ પૂરી સંભાવના છે.

ગુજરાતનું હવામાન હવે સ્થિર રહ્યું નથી, જ્યાં ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમી અને અણધાર્યો વરસાદ જોવા મળે છે. આ બદલાતા ઋતુચક્રથી સૌથી વધુ પરેશાન ખેડૂતો છે, કારણ કે કમોસમી માવઠું તેમને મોટું નુકસાન પહોંચાડી શકે છે. ઘાટ ધુમ્મસને કારણે વાહનવ્યવહારને પણ પ્રતિકૂળ અસર થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X