બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું, કમોસમી વરસાદ માટે તૈયાર રહો

ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા વર્તાઈ રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. બીજી તરફ રાજ્યમાં ઉત્તર દિશામાંથી ફૂંકાતા પવનોના કારણે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વના પવનોને કારણે ઠંડીમાં વધારો થશે અને હાલની ઠંડીની સ્થિતિ જળવાઈ રહેશે. ભેજનું પ્રમાણ વધુ હોવા છતાં તાપમાનમાં ખાસ ફેરફાર જોવા નહીં મળે, પરંતુ ધીમે ધીમે ઠંડીનું જોર વધશે. રાજ્યના 20 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે.

આ સિવાય આગામી સમયમાં ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે. આના પરિણામે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે, જેનાથી રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે.

લા નીનોના સંકેતોને લીધે આ વર્ષે વધુ ઠંડી પડવાની સંભાવના છે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર કમોસમી વરસાદ પણ થઈ શકે છે. 18 નવેમ્બરથી બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાઈ શકે છે, જે 23 નવેમ્બર સુધીમાં એક શક્તિશાળી ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતા છે.

18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ગતિવિધિઓ વધશે. જેના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે અને ક્યારેક વાદળછાયા વાતાવરણ સાથે માવઠું પણ આવી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 16 થી 18 નવેમ્બર દરમિયાન એક ચક્રવાત સર્જાશે. ત્યારબાદ 18 થી 24 નવેમ્બરે ફરી માવઠું થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની અસર જોવા મળશે.

18 થી 20 નવેમ્બર દરમિયાન ચક્રવાતની સીધી અસર રહેશે. આ ઉપરાંત એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે 18 થી 24 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. 15 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ કમોસમી વરસાદની સંભાવના છે અને 16 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X