હમણા વરસાદની રાહત નહીં, 7 નવેમ્બરથી ફરીથી માવઠાની આગાહી

ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના મતે, અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે વરસાદનું જોર વધશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં.

હવામાન વિભાગે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દીવ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં આવતીકાલે અતિભારે વરસાદની શક્યતા જણાવી છે. માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આવતીકાલથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે ભારે રહી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમનો સંયુક્ત પ્રભાવ આ વરસાદનું મુખ્ય કારણ છે.

કમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તેમજ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને મધ્ય ગુજરાતના વડોદરા આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ખેડૂતો માટે આ એક મોટો ફટકો સાબિત થઈ શકે છે, કારણ કે ઘણા પાક તૈયાર થઈને ખેતરોમાં ઊભા છે.

ખેડૂતો માટે મુશ્કેલી વધારનારી બાબત એ છે કે હાલનું સંકટ સમાપ્ત થયા બાદ ૭ નવેમ્બરથી ફરી એકવાર રાજ્યમાં માવઠાની આગાહી છે. આ અનિશ્ચિત હવામાનનો દોર પૂરો થયા પછી ૨૨ ડિસેમ્બરથી રાજ્યમાં હાડ થિજાવતી ઠંડીની શરૂઆત થશે. આ આગાહી સમગ્ર શિયાળુ હવામાનનું ચિત્ર સ્પષ્ટ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X