For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UNESCO heritage site - ધોળાવીરા વિશે જાણી-અજાણી વાતો

હડપ્પન યુગમાં વિકસેલા ધોળાવીરા શહેરના પુરાતન સ્થળ ધોળાવીરાને મંગળવારના રોજ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે.

|
Google Oneindia Gujarati News

UNESCO heritage site Dholavira - હડપ્પન યુગમાં વિકસેલા ધોળાવીરા શહેરના પુરાતન સ્થળ ધોળાવીરાને મંગળવારના રોજ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. ધોળાવીરા એ ગુજરાતમાં ચોથી અને ભારતની 40મી હેરિટેજ સાઇટ બન્યું છે. આ સાથે હેરિટેજ સાઇટ તરીકે દરજ્જો મેળવનારી ભારતની પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિ (Indus Valley Civilisation)નું પ્રથમ સ્થળ છે. ઉલ્લેખનીય છે કે, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના 44માં અધિવેશનમાં 27 જુલાઈના રોજ હડપ્પન યુગના મહાનગર ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં શામેલ કરવામાં આવ્યું છે. યુનેસ્કોએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી.

UNESCO heritage site Dholavira

ધોળાવીરાનો પરિચય

ધોળાવીરાનો પરિચય

ધોળાવીરા એ સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા હડપ્પન સંસ્કૃતિના બે સૌથી મોટા નોંધપાત્ર ખોદકામમાંથી એક છે, જે 4500 વર્ષથી પણ જૂનું છે. અન્ય સાઇટ લોથલપ્રમાણમાં જાણીતી અને સરળથી પહોચી શકાય તેવી છે. ધોળાવીરા એ કચ્છના મટા રણમાં સ્થિત હડપ્પન માનસની એક અનોખી સમજની દેન છે. જેમાં વિશ્વની સૌથીપહેલી અને સુઆયોજિત જળ સંરક્ષણ પ્રણાલી છે. આ સાથે પ્રાચીન સિંધુ લિપિમાં લખેલા વિશ્વના પ્રાચીનતમ સાઇનબોર્ડ્સમાંથી એક ધોળાવીરામાં છે. ધોળાવીરનેસ્થાનિક ભાષામાં કોટડા તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ મોટો કિલ્લો છે. ધોળાવીર ખદીર બેટના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં 100 હેક્ટરમાં અર્ધ-શુષ્ક જમીન પરફેલાયેલું છે, ધોળાવીર પાસે બે મોસમી વહેણ છે, જેમા ઉત્તરમાં માનસર અને દક્ષિણમાં મનહર વહે છે. ધોળાવીરાની આસપાસના વિસ્તારોમાં ચિંકારા, નીલગાય,ફ્લેમિંગો અને અન્ય પક્ષી જીવન જેવા વાઇલ્ડલાઇફ પણ જોવા મળે છે.

સિંધુ ખીણની સંસ્કૃતિ વિશેની સૌથી અગત્યની શોધો

સિંધુ ખીણની સંસ્કૃતિ વિશેની સૌથી અગત્યની શોધો

ધોળાવીરા સાઇટ ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (ASI) દ્વારા 1967માં શોધવામાં આવ્યું હતું, પરંતુ 1990થી જ વ્યવસ્થિત રીતે ધોળાવીરામાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. કલાકૃતિઓમાં ટેરાકોટા માટીકામ, માળા, સોના અને તાંબાના આભૂષણો, મણકા, માછલી પકડવાના હૂક, પ્રાણીઓની મૂર્તિ, ઓજારો, ભઠ્ઠીઓ અને કેટલાક આયાતી જહાજો કે જે મેસોપોટેમીયાથી દૂરની જમીન સાથેના વેપાર સંબંધોને સૂચવે છે. સિંધુ ખીણની લિપિમાં કોતરવામાં આવેલા 10 મોટા પથ્થર શિલાલેખો પણ મળી આવ્યા છે, સંભવત આ વિશ્વનું સૌથી પહેલું સાઇનબોર્ડ છે જે વણઉકેલ્યું છે. આ સિંધુ ખીણની સંસ્કૃતિ વિશેની સૌથી અગત્યની શોધો છે.

ધોળાવીરામાં છે વિશ્વની સૌથી પ્રાચીન જળ સંરક્ષણ પ્રણાલી

ધોળાવીરામાં છે વિશ્વની સૌથી પ્રાચીન જળ સંરક્ષણ પ્રણાલી

ધોળાવીરાએ 3 ભાગમાં એટલે કે મધ્યમ શહેર, નીચલું શહેર અને કિલ્લામાં વહેચાયેલું છે. સફાઈ માટે સારી રીતે બાંધવામાં આવેલી ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમ સાથેનો કિલ્લો, સુવ્યવસ્થિત રસ્તાઓ, કોમ્પલેક્ષ અને બેઠક વ્યવસ્થા ધરાવતુ એક વિશાળ સ્ટેડિયમ દર્શાવે છે કે, ધોળાવીરા એ પકવેલી ઇંટ અને પથ્થરના ચણતર અને સુશોભન સાથે તૈયાર કરવામાં આવેલું એક સુઆયોજિત નગર હતું. આ સાથે ધોળાવીરા પાસે વિશ્વની સૌથી પ્રાચીન જળ સંરક્ષણ પ્રણાલી છે.

ધોળાવીરા સાઇટ પર થયેલા શોધ અને સંશોધન

ધોળાવીરા સાઇટ પર થયેલા શોધ અને સંશોધન

IVC એક્રોપોલિસ કચ્છ જિલ્લાના હાલના ધોળાવીરા ગામની નજીક એક ટેકરી પર સ્થિત છે, જેથી તે ધોળાવીરા સાઇટ તરીકે ઓળખાય છે. ધોળાવીરાની શોધ વર્ષ 1968માં આર્ક્યોલોજીસ્ટ જગતપતિ જોશી દ્વારા કરવામાં આવી હતી. આર્ક્યોલોજીસ્ટ રવિન્દ્રસિંહ બીસ્તની દેખરેખ હેઠળ 1990 અને 2005ની સાલમાં ધોળાવીરા સાઇટ પર ખોદકામ દ્વારા પ્રાચીન નગર હોવાનું જાણવા મળ્યું હતું. ઇ.સ. પૂર્વે 1500 (1500 BC) એટલે કે આજથી લગભગ 3500 વર્ષ પહેલા ધોળાવીરા એક વ્યાપારિક અને ઉત્પાદન મોટું કેન્દ્ર હતું.

ધોળાવીરા સાઇટની વિશેષતાઓ

ધોળાવીરા સાઇટની વિશેષતાઓ

પાકિસ્તાનમાં આવેલા મોહેં-જો-દડો, ગનવેરીવાલા અને હડપ્પા અને ભારતના હરિયાણામાં રાખીગઢી બાદ ધોળાવીરા IVCનું પાંચમું સૌથી મોટું મહાનગર છે. આ સ્થળે એક મજબૂત કિલ્લો, મધ્યમ ભાગ અને નિચેના ભાગનું શહેર છે. આ નગરના મકાનોમાં રેતીના પથ્થર કે ચૂનાના પથ્થરોથી બનેલી ઇંટ વાપરવામાં આવી છે, જે અન્ય હડપ્પન સાઇટમાં કાદવની ઇંટોથી બનેલી હતી.

આર્ક્યોલોજીસ્ટ બીસ્તે જળસંચય, બાહ્ય કિલ્લેબંધી, બે મેદાન - જેમાંથી એકનો ઉપયોગ તહેવારો માટે અને બીજા મેદાનનો ઉપયોગ બજાર તરીકે કરવામાં આવતો હતો, યુનિક ડિઝાઇન ઘરાવતા નવ દરવાજા, ઉત્તમ વાસ્તુકલા આધારિત બનેલું સ્મશાન, બૌદ્ધ સ્તૂપ બંધારણ જેમ બનેલા ગોળાર્ધની શોધ કરી હતી.

બીસ્તના જણાવ્યા મુજબ ધોળવીરામાં મળેલા સ્મારકો બૌદ્ધ સ્તૂપની માફક બનેલા જોવા મળે છે. જ્યારે અન્ય IVC સાઇટની કબરમાંથી માનવઅવશેષ મળ્યા હતા, તેનાથી વિપરિત ધોળાવીરામાંથી મનુષ્યના અવશેષો મળી આવ્યાં નથી. બીસ્ત આ વિશે જણાવે છે કે, આ સ્મારકોમાંથી રાખ કે અસ્થિ મળ્યા નથી, પરંતુ અન્ય કિંમતી પથ્થરો અને અન્ય વસ્તુઓ મળી છે. આ બાબતો હડપ્પન સંસ્કૃતિમાં એક નવીનતમ કડી જોડે છે.

ધોળાવીરનો ઉદય અને પતન

ધોળાવીરનો ઉદય અને પતન

તાંબાની ધાતુના અવશેષો દર્શાવે છે, કે ધોળાવીરામાં રહેતા હડપ્પન્સ ધાતુશાસ્ત્રના જાણકાર હતા. એવું માનવામાં આવે છે કે, ધોળાવીરાના વેપારીઓ હાલના રાજસ્થાન અને ઓમાન અને UAEમાંથી કોપરનો કાચો માલ લાવીને તેમાંથી તૈયાર થયેલા ઉત્પાદનોની નિકાસ પણ કરતા હતા. આ સાથે ધોળાવીરા નગર મણકા અને અર્ધ કિંમતી પથ્થરમાંથી બનાવેલા ઘરેણાનું ઉત્પાદનનું કેન્દ્ર પણ હતું. આ સાથે તેઓ લાકડાની ચીજવસ્તુ જેમ કે દરવાજા ઇત્યાદિનો પણ નિકાસ કરતા હતા

હડપ્પન હસ્તકળાથી બનાવવામાં આવેલી આવી વિચિત્ર માળા મેસોપોટેમીયાની શાહી કબરોમાંથી પણ મળી આવી છે, જે દર્શાવે છે કે ધોળાવીરા મેસોપોટેમીયનો સાથે વેપાર કરતા હતા. મેસોપોટેમીયાના પતનની સાથે હડપ્પન્સમાં જે દરિયાઇ લોકો હતા તેમને એક વિશાળ બજાર ગુમાવ્યું હતું. જેની અસર સ્થાનિક ખાણકામ, ઉત્પાદન, માર્કેટિંગ અને નિકાસ વ્યવસાયો પર પડી હતી.

2000 પૂર્વેથી ધોળાવીરા હવામાન પરિવર્તન અને સરસ્વતી જેવી નદીઓ સુકાઈ જવાને કારણે લાંબા દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો. દુષ્કાળ બચવા માટે લોકો ગંગા ખીણ તરફ અથવા તો દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું હતું. ખદીર ટાપુની આજુબાજુ કચ્છનું મોટુ રણ છે, જેના પર ધોળાવીરા સ્થિત છે, તે એક બંદર પણ હતું, પરંતુ સમુદ્ર ધીરે ધીરે પાછો ખસતો ગયો અને આ વિસ્તાર રણપ્રેદેશમાં ફેરવાઇ ગયો હતો.

ગુજરાતમાં આવેલી અન્ય હડપ્પન સાઇટ

ગુજરાતમાં આવેલી અન્ય હડપ્પન સાઇટ

લોથલ - ધોળાવીરા ખોદકામ કરતા પહેલા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સાબરમતીના કાંઠે આવેલા સરગવાલા ગામમાં લોથલ એ ગુજરાતમાં IVCનું સૌથી પ્રખ્યાત સ્થળ હતું. વર્ષ 1955 અને 1960ની વચ્ચે લોથલમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. લોથલએ પ્રાચીન સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ બંદર અને શહેર હોવાનું જાણવા મળ્યું હતું. લોથલમાં કાદવની ઇંટોથી બનેલા મકાનો હતાં. લોથલમાં કબ્રસ્તાનમાંથી 21 માનવ કંકાલ મળી આવ્યા છે. તાંબુ ઓગાળવાની ભઠ્ઠી પણલોથલમાંથી મળી આવી હતી. લોથલ સાઇટ પરથી કિંમતી પત્થરો તેમજ સોના વગેરેથી બનેલા ઘરેણાં પણ મળી આવ્યા હતા.

રંગપુર - સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદર નદીના કાંઠે રંગપુર રાજ્યનું પ્રથમ હડપ્ન સ્થળ હતું, જેનું ખોદકામ કરાયું હતું.

રાજ્યમાં અન્ય હડપ્પન સ્થળોમાં રાજકોટ જિલ્લામાં રોઝડી, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક પ્રભાસ, જામનગરના લાખાબાવલ અને કચ્છના ભુજ તાલુકાના દેશલપરનો સમાવેશ થાય છે.

ધોળાવીરાનું સંરક્ષણ

ધોળાવીરાનું સંરક્ષણ

તાજેતરમાં ધોળાવીરામાં ખોદકામ કરવામાં આવ્યું હતું, ધોળાવીરા સ્થળ ઐતિહાસિકકાળ તેમજ આધુનિક યુગમાં પણ અતિક્રમણથી મુક્ત રહ્યું છે. બીસ્ત આ વિશે જણાવે છે કે, યુનેસ્કોએ ધોળાવીરાને હેરિટેજ સાઇડમાં એટલે દરજ્જો આપ્યો છે કારણ કે આ સાઇટ કોઈપણ પ્રકારના અતિક્રમણથી મુક્ત રહ્યું છે.

યુનેસ્કોએ પોતાના એક અહેવાલમાં લખ્યું હતું કે, ધોળાવીરા એ દક્ષિણ એશિયાની સૌથી નોંધપાત્ર અને સારી રીતે સચવાયેલી શહેરી વસાહતોમાંથી એક છે. જેનો સમયગાળો લગભગ 3થી 2જી મધ્ય સદી BCE (Before Common Era) છે. ધોળાવીસા સાઇટ પર ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાથી ASIએ અહીં એક સંગ્રહાલય બનાવ્યું છે. આશરે 2,000ની વસ્તી ધરાવતું ધોળવીરા ગામ સૌથી નજીકની માનવ વસાહત છે. પ્રાચીન શહેર ધોળાવીરાની નજીક એક ફોસિલ પાર્ક છે, જ્યાં લાકડાના અવશેષો સાચવવામાં આવ્યા છે.

English summary
Dholavira, an ancient site of the Harappan-era city of Dholavira, was declared a UNESCO World Heritage Site on Tuesday. Dholavira has become the fourth heritage site in Gujarat and the 40th in India. It is also the first site of India's ancient Indus Valley Civilization to be accorded the status of a heritage site.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X