For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિનાશનો દશકો રહ્યો યુપીનું શાસન: નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 11 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે યુપીએ સરકાર પર નવેસરથી પ્રહાર કરતાં કહ્યું હતું કે ગત વર્ષને સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં 'વિનાશનો દસકો અને સૌથી ખરાબ સમય' ગણાવ્યો હતો.

યુપીએ સરકાર પર નરેન્દ્ર મોદીનો તાજો હુમલો વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા નરેન્દ્ર મોદીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાને 'દેશ માટે વિનાશકારી' ગણાવ્યા બાદ લગભગ એક મહિના બાદ આવ્યો છે. અહીં કોબામાં ભાજપની રાજ્ય શાખાના નવા કાર્યકાળના ઉદઘાટન બાદ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થા કોંગ્રેસની કુનિતીઓની કારણે આજે પતનની અણી પર છે. સામાન્ય જનતાની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યો હતો. દરેક પડોશી દેશ, ભલે તે નાનો હોય કે મોટો, ભારતને આંખો બતાવી રહ્યો છે.

modi-guj-cm

મનમોહન સિંહ પર પરોક્ષ રીતે પ્રહાર કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેનું કારણ નેતૃત્વ, દેશની સરકાર છે, ગત દસ વર્ષ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી ખરાબ રહ્યાં છે. આ વિનાશનો દસકો છે. ભાજપના અનુભવી નેતા લાલકૃષ્ણ અડવાણી પણ આ અવસરે હાજર હતા. આગામી લોકસભા ચૂંટણી વિશે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ચૂંટણીના પરિણામો દેશનું ભવિષ્ય અને તેના વૈશ્વિક સાથીઓ વચ્ચે તેમની સ્થિતી નિર્ધારિત કરશે.

English summary
Gujarat Chief Minister Narendra Modi on Monday launched a broadside against UPA government and dubbed the last ten years as a "decade of destruction and the worst period" in the history of independent India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X