અમેરિકન બિઝનેસ જૂથ આજે મોદીની મુલાકાત લેશે

આરેન સોક ઉપરાંત આ પ્રવાસમાં વ્યામિંગના સાંસદ સિન્થિયા લૂમીસ, ઇન્ડિયાનાના સાંસદ મર્લિન સ્ટૂટજમૈન, અમેરીકી સસદમાં રિપબ્લિકન પાર્ટીના નેતા તથા વોશિંગ્ટનના સાંસદ કૈથી એમ. રોજર પણ જોડાનાર છે. 28મીએ મુખ્યમંત્રી મોદીની સાથે બેઠક કરશે. બાદમાં ગાંધી આશ્રમ, સ્વામિનારાયણ મંદિર તથા નેનો કાર ફેક્ટરીની મુલાકાત લેશે. ત્યાર પછી ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓની સાથે બેઠક કરશે.
આ અંગે દિલ્હી સ્ટડી ગ્રૂપના અધ્યક્ષ વિજય જૌલીએ જણાવ્યું હતું કે, અમેરિકાના ઇલિનોય શહેરના સાંસદ આરેન સોકના નેતૃત્વ હેઠળ એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ભારત પ્રવાસે આવી રહ્યું છે. ગ્લોબલ કોમ્યુનિટી ઓવર રિચ પ્રોગ્રામના ભાગરૂપે પીપલ ટૂ પીપલ કોન્ટેક્સ એન્ડ ડિપ્લોમેસી અનુસંધાનમાં ગેરસરકારી સંસ્થાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકા અને ભારતના વિવિધ સંગઠનો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉપરાંત તેઓ દિલ્હી, બેગલોર, તિરૂપતિ ખાતે પણ મુલાકાત લેનાર છે. સાથે સાથે ભાજપના અન્ય રાષ્ટ્રીય નેતાઓની સાથે પણ બેઠક કરનાર છે. અમેરિકી સાંસદોની ગુજરાતની મુલાકાતે ઉત્સુકતા જગાવી છે.
અમેરિકી પ્રતિનિધિ મંડળ 28મીએ ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીને મળશે. દિલ્હીમાં બીજી એપ્રિલે તેઓ લોકસભામાં વિપક્ષ નેતા સુષ્મા સ્વરાજને મળશે. તે જ દિવસે તેઓ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને બપોર પછી મળશે. રાત્રે દિલ્હીની અશોક હોટલમાં ડીનર પાર્ટી યોજાશે જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથ સિંહ સહિત પક્ષના ટોચના નેતાઓ હાજર રહેશે.












Click it and Unblock the Notifications
