For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં વ્યાજખોરોનો રાંફડો ફાટ્યો, 2 અઠવાડિયામાં 1026 ગુના નોધી 635 લોકોની ધરપકડ કરાઈ

વ્યાજખોરીને ડામવા માટે ગુજરાત પોલીસ તંત્ર સજ્જ થયું છે, બે અઠવાડિયામાં 635 જેટલા વ્યાજખોરોને જેલના સળીયા પાછળ ધકેલી દેવાયા.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વધી રહેલા વ્યાજખોરોના ત્રાસથી લોકોને આઝાદ કરવા માટે રાજ્ય સરકારે મેગા ડ્રાઈવ યોજવાની જાહેરાત કરી હતી. હવે આ મેગા ડ્રાઈવના પરિણામો સામે આવવ લાગ્યા છે. એક જ અઠવાડિયામાં મેગા ડ્રાઈવ દરમિયાન ગુજરાત પોલીસે હજારથી વધુ ગુનાઓ નોંધ્યા છે.

drive against usury

રાજ્યમાં વ્યાજખોરો અને તેના વ્યાજના ચક્કરમાં ફસાઈ ચૂકેલા મજબૂર અને જરૂરિયાતમંદ નાગરિકોને આ બોજમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય સરકાર દ્વારા 5 જાન્યુઆરીથી શરૂ થયેલી આ મેગા ડ્રાઇવમાં પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીથી એક સંદેશ સ્પષ્ટ થઈ ગયો છે કે, મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે.

રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ મેગા ડ્રાઇવમાં બે અઠવાડિયામાં પોલીસ દ્વારા કુલ 622 FRI દાખલ કરાઈ છે અને 1026 લોકો સામે ગુના દાખલ કરાયા છે. આ સમયગાળા દરમિયાન પોલીસે 635 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે.

હાલમાં જ રાજ્ય સરકારે વ્યાજખોરોને નીપટવા માટે લોક જરબાર યોજવાની જાહેરાત કરી હતી ત્યારે 16 જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાં ૧૨૮૮ લોકદરબાર યોજાયા છે. આ લોકદરબારમાં વ્યાજખોરોનો ભોગ બનેલા નાગરિકોને પોલીસ સમક્ષ જણાવેલી આપવિત્તી અનુસાર કાર્યવાહી કરી સુરક્ષિત કરાયા છે. હાથ ધરી છે.

રાજ્ય સરકારની વિશેષ સુચનાથી ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી દરમિયાન વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. અનધિકૃત રીતે વ્યાજખોરીનો વ્યવસાય કરી નિર્દોષ નાગરિકો પાસેથી વ્યાજના નામે બેફામ રૂપિયા ઉઘરાવતા તત્વો સામે નાગરિકોને પોલીસનું સુરક્ષા કવચ મળી રહ્યું છે ત્યારે કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી પોલીસ રાખી રહી છે.

English summary
Usury bust in Gujarat, 635 people arrested for 1026 crimes in 2 weeks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X