Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આગામી ત્રણ મહિના દરમિયાન 23 લાખ બાળકોનું રસીકરણ હાથ ધરાશે

Vaccination Campaign in Gujarat: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતેથી TD (ટિટેનસ અને ડિપ્થેરીયા) અને DPT (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

રસીકરણનો પ્રારંભ કરાવતા તેમણે ધનૂર અને ડિપ્થેરીયા ઉપરાંત ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ઓરી, રૂબેલા, ન્યુમોનિયા અને મગજના તાવ જેવા ઘાતક રોગો સામે પ્રતિરોધક આ રસીનો રાજ્યના મહત્તમ બાળકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.

વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે જૂન - જુલાઇ અને ઓગષ્ટ મહિના દરમિયાન રાજ્યના અંદાજીત 23 લાખ બાળકોને ઉક્ત રસીકરણ અભિયાન અંતર્ગત રોગ પ્રતિરોધક રસી આપવામાં આવશે.

રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળામાં અભ્યાસ કરતા ઘોરણ 5 અને ઘોરણ 10 ના તમામ બાળકોને TD (ધનૂર અને ડિપ્થેરીયા) રોગ પ્રતિરોધક રસી અપાશે.

Vaccination Campaign in Gujarat

બાળવાટિકાઓમાં 5 વર્ષ પૂર્ણ થયેલ તમામ બાળકોનું ડીપીટી બુસ્ટરના બીજા ડોઝથી રસીકરણ કરીને ત્રણ રોગો સામે રક્ષણ પુરૂ પાડવામાં આવશે.

આ રસીકરણ અભિયાન અંતર્ગત રાજ્યમાં 992 RBSK ટીમ દ્વારા રાજ્યની 49,183 શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજીત 23 લાખ બાળકોનું 14,783 ટીમ દ્વારા શાળાઓમાં રસીકરણ સેશન યોજીને રસી આપવામાં આવશે.

તદ્ઉપરાંત અંદાજીત 36,628 બાળવાટીકાઓના 6,13,273 બાળકોનું કુલ 29,657 સેશન યોજીને ડી.પી.ટી. બુસ્ટરના બીજા ડોઝ આપવામાં આવશે.

જો કોઇ બાળક આ સેશનમાં લાભાન્વિત થવાથી રહી જાય તો મમતા દિવસના સેશનમાં તેમને લાભ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રાજ્યમાં નિયત વયજૂથના કુલ 23.61 લાખ તરૂણોનુ સફળ રસીકરણ કરવામાં આવ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X