For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરાઃ 10 ફેલ આ છોકરાએ 35થી વધુ સ્વદેશી વિમાનના મોડેલ બનાવ્યાં

વડોદરાઃ 10 ફેલ આ છોકરાએ 35થી વધુ સ્વદેશી વિમાનના મોડેલ બનાવ્યાં

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ વડોદરામાં રહેતા પ્રિંસ પંચાલ નામના છોકરાએ કમાલની કલાકારી કરી દેખાડી છે. પ્રિંસ પંચાલ 10મા ધોરણમાં બધા જ વિષયમાં ફેલ થયો હતો. તેનું ધ્યાન કંઈક અલગ કરવામાં લાગ્યું રહેતું હતું. તે સ્વદેશી વિમાન મોડેલ બનાવવા લાગ્યો, જેને રિમોટથી કન્ટ્રોલ કરી શકાય છે. પ્રિન્સે અત્યાર સુધીમાં 35થી વધુ હળવા સ્વદેશી વિમાન મોડેલ તૈયાર કરી લીધાં છે. જે જોવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. પ્રિન્સનું કહેવું છે કે તેને પોતાના દાદા પાસેથી પ્રેરણા મળી હતી.

બેનર અને હોર્ડિંગવાળા ફ્લેક્સથી મોડલ બનાવ્યાં

બેનર અને હોર્ડિંગવાળા ફ્લેક્સથી મોડલ બનાવ્યાં

પ્રિન્સનું કહેવું છે કે જે વિમાન મોડ્યૂઅલ બનાવ્યા છે, તે બેનર અને હોર્ડિંગ્સમાં ઉપયોગમાં કરવામાં આવેલ ફ્લેક્સથી તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે હું 10મા ધોરણમાં ફેલ થઈ ગયો તો ઘર પર બેસી રહેતો હતો. ત્યારે મને દાદાની કહાનીઓ યાદ આવી. હું ઈન્ટરનેટ પર સર્ફિંગ કરવા લાગ્યો. આની સાથે જ હું વિમાન બનાવવાનું કામ પણ કરતો રહ્યો. વિમાનના મટિરિયલ માટેના મેં બેનર્સ- હોર્ડિંગ્સ ઘરની બહારથી જ લીધા.

પાડોસીઓ 'તારે જમીન પર...' વાળો છોકરો કહે છે

પાડોસીઓ 'તારે જમીન પર...' વાળો છોકરો કહે છે

પ્રિન્સના કારનામોને પગલે તેના પાડોસી તેને 'તારે જમીન પર'વાળો છોકરો કહી બોલાવે છે. જો કે, પ્રિન્સ હજુ પોતાનો 10માનો અભ્યાસ પૂરો કરવા માંગે છે. તેનું કહેવું છે કે જ્યારે પણ હું વાચવા માટે બેસું છું તો દિમાગમાં ભાર મહેસૂસ થાય છે. હું એક્સપર્ટ્સની મદદ લેવા માંગું છું. પ્રિન્સના કેટલાય નજીકનાઓ કહે છે કે પ્રિન્સે સાબિત કરી દેખાડ્યું કે ટેલેન્ટને સર્ટિફિકેટ દ્વારા ના મપાય.

યૂટ્યૂબ પર પોતાની ચેનલ બનાવી

યૂટ્યૂબ પર પોતાની ચેનલ બનાવી

પોતાના વિમાનના મોડ્યૂઅલ વિશે પ્રિન્સે અન્ય લોકોને જણાવવા માટે એક યૂટ્યૂબ ચેનલ પણ બનાવી લીધી છે. પ્રિન્સ પંચાલ મેકર નામથી સંચાલિત ચેનલ પર તેણે રિમોટ કંટ્રોલ્સ સ્વદેશી વિમાન મોડ્યૂલ બનાવવાની સમગ્ર પ્રક્રિયાના વીડિયો શેર કર્યા ચે. પ્રિન્સે પોતાના વિમાન પર મેક ઈન ઈન્ડિયા પણ લખાવ્યું છે.

ચાર વાવાઝોડાં અને કમોસમી વરસાદને કારણે ગુજરાતી ખેડૂતોને 8000 કરોડનું નુકસાનચાર વાવાઝોડાં અને કમોસમી વરસાદને કારણે ગુજરાતી ખેડૂતોને 8000 કરોડનું નુકસાન

English summary
Vadodara: 10th fail prince panchal made 35 model plane
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X