વડોદરામાં સાધુ સંતોએ કર્યું મતદાન, મત આપવા કરી અપીલ
વડોદરામાં બીએપીએસના સંતોએ તો અમદાવાદમાં વૈષ્ણવ આચાર્યએ નિભાવી મતદાનની ફરજ. જાણો વધુ અહીં
મતદાન એટલે લોકશાહીનો ઉત્સવ. તેમાં સામાન્ય નાગરિકોની સાથે સંતો મહંતો પણ જોડાયા છે ત્યારે વડોદરાના અટલાદરા ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોએ વહેલી સવારે આવીને સમૂહમાં મતદાન કર્યુ હતુ. આ અંગે સંતોએ જણાવ્યું હતું કે મતદાન એ દેશના નાગરિકોની ઉત્તમ ફરજ છે અને સૌએ મતદાન કરવું જ જોઈએ. તેમણે કહ્યું હતું કે સર્વે સંતોએ સાથે મળીન વહેલી સવારે આવીને મતદાન કરવાની ફરજ નિભાવી હતી. આ પ્રમાણે ગુજરાતમાં દરેક જગ્યાએ સંતો મતદાન કરશે.

તો અમદાવાદ ખાતે વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય દ્વારકેશલાલજીએ પણ મતદાનની ફરજ અદા કરી હતી. સાથે જ તેમણે લોકોને અપીલ કરી હતી કે મતદાન જેવા ઉત્તર દાનનો લાભ તે પણ ઉઠાવે. અને મતદાન કરીને પોતાની ફરજ નિભાવે. ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. અને આજના મતદાન પછી 18મી ડિસેમ્બરના રોજ પરિણામો જાહેર થશે. આ વખતે કોંગ્રેસ અને ભાજપ બંન્નેએ હિંદુત્વનો મુદ્દો હાઇ લાઇટ કર્યો છે. ત્યારે જોવાનું તે રહે છે કે જીત કોની થાય છે.

-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
