વડોદરાના અમિત ભટનાગરની કંપનીનું 2600 કરોડનું કૌભાંડ આવ્યું બહાર

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

છેલ્લા થોડા સમયથી જે રીતે બેંકો સાથેની છેતરપિંડીની ઘટના સામે આવી રહી છે, તે કડીમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. કેબલ અને ઇલેક્ટ્રિક સાધનો બનાવતી કંપની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટકચર પ્રાઇવેટ લીમિટેડએ ખોટા દસ્તાવેજ રજૂ કરી બેંક પાસેથી લોન લઇને રૂપિયા 2,654.40 કરોડ નું કૌભાંડ આચર્યું છે. આ ઘટનામાં હાલ ગાંધીનગર સી.બી.આઇ.ની ટીમ તપાસ કરી રહી છે અને સી.બી.આઇ.એ. ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટકચર પ્રાઇવેટ લિમિટેડે કંપનીના સ્થાપક તથા મેનેજિંગ ડિરેક્ટર અને જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટરના વડોદરા ખાતેના નિવાસ્સ્થાને તેમજ 2 ફેક્ટરી પર પણ ,દરોડા પાડ્યા છે. બેંક સાથે ,છેતરપિંડી કરવાની ઘટનામાં ,સી.બી.આઈ.એ ,26 માર્ચના રોજ, કંપનીના માલિક તેમજ આ કૌભાંડ માં ભાગ ભજવનારા એક બેંક ઓફિસર સામે પણ કેસ દાખલ કર્યો છે. સી.બી.આઇ.એ આ કૌભાંડની ઘટનામાં I.P.C.ની કલમ ,420, 467 471 તમજ સેક્શન 13 13 હેઠળ કેસ દાખલ કર્યો છે.

Amit Bhatnagar company

સીબીઆઇએ આ દરોડામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના અધિકારીઓ અને બેંક અધિકારીઓને પણ સાથે રાખ્યા હોવાનું જાણવા મળે છે. ઇન્ડસ્ટ્રિઅલ કેબલ અને ટ્રાન્સફોર્મરનું ઉત્પાદન કરતી ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ટર લિમીટેડે સન ૨૦૦૮થી સમયાંતરે બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક સહિત જાહેર અને ખાનગી ક્ષેત્રની ૧૧ બેંકો પાસેથી લોન અને ક્રેડિટના રૃપમાં કરોડો રૃપિયા લીધા હતા. આ આંકડો તા.૨૯ જુન ૨૦૧૬ના રોજ રૃ.૨૬૫૪.૪૦ કરોડ પહોંચ્યો હતો અને ૨૦૧૬-૧૭માં બેંકોએ અમિત ભટનાગરની આ જંગી લોનને એનપીએ જાહેર કરી હતી. આ દરમિયાન બેંકોમાંથી લોન ઉપરાંત ક્રેડિટ લેવામાં બેંક અધિકારીઓ સાથે મળીને ડાયમંડ પાવરના પ્રમોટરોએ કૌંભાડ આચર્યુ હતું જેમાં બેંકોના અધિકારીઓ સાથેના મેળાપીપણામાં અમિત ભટનાગરે તેમની ક્રેડિટ લિમીટ વધારી દેવડાવી હતી. સન ૨૦૦૮માં અમિત ભટનાગરને લોન આપવા માટેની બેંકની કન્સર્ટિઅમમાં શરૃઆતમાં ટર્મ લોન માટે એક્સિસ બેંક લીડ બેંક હતી અને કેશ ક્રેડિટ માટે બેંક ઓફ ઇન્ડિયા લીડ બેંક હતી.

ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમીટેડના પ્રમોટર્સ દ્વારા આચરવામાં આવેલા રૃ.૨૬૫૪.૪૦ કરોડના બેંક કૌૈભાંડના મામલે સીબીઆઇ દ્વારા આજે ડાયમંડ પાવરની મિલકતો અને પ્રમોટર્સના નિવાસ સ્થાનો તથા ઓફિસો પર દરોડા પાડયા છે અને મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ હતી. આ દરમિયાન સીબીઆઇના પ્રવક્તાએ કહ્યું હતું કે 'સીબીઆઇએ આક્ષેપ કર્યો છે કે ઇલેક્ટ્રિકલ કેબલ અને સાધનોનું ઉત્પાદન કરતી ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેના ડાયરેક્ટરો (સુરેશ ભટનાગર, અમિત ભટનાગર અને સુમિત ભટનાગર) રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની દોષિતોની યાદીમાં હોવા છતાં અને એક્સપોર્ટ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશનને ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા તેના પ્રમોટર્સને લોન કે ક્રેડિટ આપવી નહી તેવી ચેતવણી આપી હોવા છતાં અમિત ભટનાગર અને અન્ય ડાયરેક્ટરોએ બેંકો પાસેથી ટર્મ લોન અને ક્રેડિટ મેળવી હતી.નોંધનીય છેકે અમિત ભટનાગર રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલની નજીકન ાછે તેવી પણ ચર્ચા વર્તુળોમાં ચાલી રહી છે.

English summary
Vadodara Amit Bhatnagar company scam got a scam worth Rs 2600 crore.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.