સાપના ઝેરની દવા બનાવી ખોટી રીતે છેતરપીંડી કરતી ગેંગ પકડાઇ

Subscribe to Oneindia News

વડોદરાના જુદાં જુદાં વિસ્તારમાં સાપના ઝેરની જડ્ડીબટ્ટી વેચી લોકોની છેતરપીંડી કરતી એક ગેંગને એનિમલ રેસ્ક્યૂ ટીમ પકડી પાડી છે. અને તેને વન વિભાનને હવાલે કરી છે. આ ટોળકી સાપ પકડીને તેનું ઝેર કાઢી જડીબુટ્ટી બનાવી શહેરો અને ગામોમાં વેચી લોકોને ઉલ્લૂ બનાવતી હતી. જેને વન વિભાગને હવાલે કરવામાં આવી છે. એટલું જ નહીં આ ગેંગની પાસેથી જનાવરનાં હાડકાં અને સાપનું ઝેરની બોટલ પણ મળી આવી હતી. આ ગેંગ લોકો તે તેમ કહીને આ દવા વેચી રહી હતી કે આ દવાના ઉપયોગથી અસાધ્ય રોગો ઠીક થઇ શકે છે.

snake

પોલીસની પ્રાથમિક તપાસમાં જે માહિતી મળી તે મુજબ એક જ પરિવારના આ ચાર લોકો મૂળ કોલકાતાના છે. ઉલ્લેખનીય છે કે વન પશુ પંખી અને તેમાં પણ ખાસ કરીને સાપ જેવા પ્રાણીઓને રાખવા તેમનો ખોટી રીતે મનોરંજન માટે ઉપયોગ કરવો પ્રતિંબંધ છે. અને આવી સજા કરનારને દંડને પાત્ર પણ બને છે. આ ગેંગ રાજ્યનાં જુદાં જુદાં જગ્યાથી સાપને પકડી તેનું ઝેર કાઢી લઇ તેમાંથી કહેવાતી જડીબુટ્ટી બનાવતી હતી. ત્યારે એનિમલ રેસ્ક્યૂની ટીમે સજાગતા વાપરી તેને પકડી વન વિભાગના હવાલે કરે છે. ત્યારે આ અંગે હાલ વધુ તપાસ ચાલુ છે.

English summary
vadodara : animal rescue team caught gang who is selling snake poison for medical purpose.
Please Wait while comments are loading...