પારૂલ યુનિ.માં વિદેશીને ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ

Posted By:
Subscribe to Oneindia News

વડોદરાના વાઘોડિયામાં આવેલ પારૂલ યુનિવર્સિટીમાં રવિવાર રાત્રે અફધાનિસ્તાન અને યુગાન્ડાથી આવેલા વિદ્યાર્થીઓ અને ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ અને ઉગ્ર બોલચાલની ઘટના બની હતી. જેમાં 20 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. જે બાદ પોલીસે સ્થિતિ સંભાળી હતી. પણ તેમ છતાં આજે પણ ત્યાં અજંપાભરી સ્થિતી છે. હાલ તો યુનિવર્સિટી દ્વારા કેમ્પસ અને હોસ્ટેલને બંધ કરી ચુસ્ત પોલીસ બંદોવસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે આ પહેલા પણ અનેક વાર વિદેશી અને ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે તકરાર થઇ હતી. પણ આ વખતે થયેલા હુમલામાં બે થી ત્રણ ભારતીય વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. અને આ સમગ્ર ઘટનામાં મોટા પડધમ પડ્યા છે. નોંધનીય છે કે ગુજરાતભરમાં અનેક તેવી જાણીતી યુનિવર્સિટીઓ છે જ્યાં વિદેશી વિદ્યાર્થીઓ ભણતર માટે આવે છે. ખાસ કરીને યુગાન્ડા અને અફધાનિસ્તાન વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગુજરાતમાં ભણતર માટે આવે છે.

English summary
Vadodara: Clash broke out between students of Parul University, on Sunday night. Almost 20 students injured.
Please Wait while comments are loading...