વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત
ગુજરાતને ભારતમાં વિકાસ મોડેલ તરીકે રજૂ કરવામાં આવી રહ્યુ છે પણ છેલ્લા કેટલાક સમયથી અગર ગુનાખોરીનું પ્રમાણ જોવામાં આવે તો ગુજરાત પણ મહિલા વિરોધી ગુનાઓમાં ગાંજ્યુ જાય એવુ નથી રહ્યુ.
ગુજરાતને ભારતમાં વિકાસ મોડેલ તરીકે રજૂ કરવામાં આવી રહ્યુ છે પણ છેલ્લા કેટલાક સમયથી અગર ગુનાખોરીનું પ્રમાણ જોવામાં આવે તો ગુજરાત પણ મહિલા વિરોધી ગુનાઓમાં ગાંજ્યુ જાય એવુ નથી રહ્યુ. વડોદરા સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને હજુ ન્યાય નથી મળ્યો. હજુ ગુનેગારો આઝાદ છે એવામાં ગઈકાલે મહેસાણામાં એક બાળકીને શાળાએથી જબરજસ્તી ઉપાડી જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ તો વળી બનાસકાંઠામાં પરમદિવસની સાંજે ગોઝારુ કૃત્યુ થયુ હતુ. ફરીથી રાજકોટમાં એક યુવતી સાથે દુષ્કર્મની ઘટના થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં 25 વર્ષીય યુવતીને PSI બનાવવાની લાલચ આપીને વધુ એક દૂષ્કર્મ આચર્યુ છે. યુવતીને મિત્ર બનાવી ખોટું નામ રાખીને દૂષ્કર્મને અંજામ આપવામાં આવ્યો હતો. યુવતીના બિભત્સ ફોટા પાડી તેને વાઈરલ કરવાની ધમકી આપી હતી. એટલુ જ નહીં પરંતુ બ્લેકમેઈલ કરીને યુવતી પાસેથી રૂ. 2 લાખની રકમ પણ પડાવી લીધી હતી. PSI બનવાની લાલચ આપીને યુવતીને ફોસલાવી હતી.
રાજકોટ પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને હાલતો કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે રાજસ્થાનથી બે નરાધમોની અટકાયત કરી છે. આ મામલે પોલીસે આ આરોપીઓની પુછપરછ કરી રહી છે.












Click it and Unblock the Notifications
