વડોદરા એસઓજીએ નશાના 1000 ઇન્જેક્શન સાથે કરી બેની ધરપકડ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

વડોદરામાં SOG પોલિસે ડ્રગ્સ રેકેટનો પર્દાફાસ કર્યો છે. SOGએ અજબડી મિલ નજીકથી પેન્ટાસજોસાઈન નામના ડ્રગ્સની 1000 કેપ્સુલ સાથે 2 શખ્સની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 શખ્સ ફરાર થઇ ગયા છે. ઝડપાયેલા બન્ને આરોપીઓ બિછું ગેંગના સભ્યો હોવાનો તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસને બાતમી મળ્યા બાદ પોલીસે દરોડો પાડ્યો હતો અને તેમની પુછપરછ કરતાં તેઓ આ જથ્થો યુપીમાં રહેતા તેમનાં મામા-મામી પાસેથી આ ડ્રગ્સ લાવતા હોવાની કબુલાત કરી છે. પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા બન્ને શખ્સોની અટકાયત કરી પોલીસે યુપીમાં રહેતા મુખ્યસૂત્રોધારોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યાકુતપુરા વિસ્તારમાં આવેલા અજબડી મીલ પાસેના હજરત એપાર્ટમેન્ટમાં રહેતા નદીમ ઉર્ફે ભોલુ દાઢી તથા તેનો મિત્ર રઈશ શેખ રહે બન્નેને જણા નશીલા ડ્રગ્સના ઈન્જેક્શન વેચતા હોવાની પોલીસને બાતમી મળી હતી.

drug

વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલા અજબડી મીલ પાસેના હજરત એપાર્ટમેન્ટમાં રહેતા નદીમ ઉર્ફે ભોલુ દાઢી તથા તેનો મિત્ર રઈશ શેખ રહે બન્ને જણા નશીલા ડ્રગ્સના ઈન્જેક્શન વેચતા હોવાની પોલીસને બાતમી મળી હતી. વળી આજે તેઓ નશીલા ઈન્જેક્શનનો જથ્થો લઈને આવી રહ્યા હતા ત્યારે પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ બનેની ધરપકડ કરી હતી જોકે અન્ય બે જણા નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે તેમની પાસેનો મુદ્દામાલ ચકાસતા પેન્ટાજોસીન લેક્ટેટના ઈન્જેક્શન હોવાનું જણાયું હતું. એસઓજીએ કબજે કરેલો 1000 નંગ ઈન્જેક્શનઅને રૂપિયા 5490 પણ જબ્બે કર્યા હતા. ધરપકડ કરાયેલા બે આરોપી પાસેથી પોલીસે ફરાર થઈ ગયેલા બે ગુનેગારની માહિતી એકઠી કરી છે અને તે બંનેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

English summary
Vadodara SOG arrested 2 people with more than 1000 drugs injections.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.