બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસે 35 લોકો સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો

Subscribe to Oneindia News

વડોદરાઃ વડોદરા શહેરમાં સામાન્ય બાબતે બે જૂથ સામસામે આવી જવાની ઘટના સામાન્ય બની ગઈ છે ગત રોજ મોડી રાત્રે વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં ખારવાવાડ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને ત્યારબાદ લગ્નમાં બોલાચાલી થતા મામલો બિચકયો હતો. બંને સમાજના જૂથ સામ સામે આવી ગયા હતા. બંને જૂથોએ એક બીજા પર પથ્થરમારો ચાલુ કરી દીધો હતો જેથી સમગ્ર વિસ્તારમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ પોલીસને થતા નવાપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થિતિને કાબુમાં લીધી હતી.

vadodara riot

જોકે મોડેથી પોલીસનો કાફલો ખડકાઈ દેવાયો હતો. અને હાલ પરિસ્થિતિ કાબુમાં છે. મળતી માહિતી મુજબ વડોદરા શહેરનાં નવાપુરા વિસ્તારમાં સામાન્ય બાબતે બે જૂથ સામ સામે આવી જતા મામલો બીચકયો હતો બંને જૂથોએ એક બીજા પર પથ્થરમારો શરુ કરી દીધો હતો. અસામાજિક તત્વો પોલીસ ચોકીનું બોર્ડ પણ તોડી નાખ્યું હતું. વડોદરા શહેરમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો. આજે નવાપુરા પોલીસ સ્ટેશન બંને પક્ષોએ ક્રોસ ફરિયાદ નોંધાવતા પોલીસે ૩૫ લોકો સામે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

English summary
Vadodara: stone pelting between two groups in Kharwad area. Read more here.
Please Wait while comments are loading...