પારિવારિક ઝઘડામાં પતિએ પત્ની ઉપર કર્યું ફાયરિંગ

Subscribe to Oneindia News

વડોદરા શહેરનાં તાંદલજા વિસ્તારમાં સહકાર નગરમાં પારિવારિક ઝઘડામાં પતિએ પત્ની ઉપર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ઈજાગ્રસ્ત રઝિયા શેખ નામની મહિલાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ફાયરિંગ કરનાર પતિ રફિક શેખ સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. પોલીસને જાણ થતાં સ્થળ ઉપર પહોંચી પોલીસે ફૂટેલી કારતુસ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

vadodara firing

વડોદરામાં પારિવારિક ઝઘડામાં પતિએ પત્ની ઉપર ફાયરિંગ કર્યું હતું. વડોદરા શહેરનાં તાંદલજા વિસ્તારમાં આવેલા સહકાર નગરમાં પારિવારિક ઝઘડામાં પતિએ પત્ની ઉપર ખાનગી ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ફાયરિંગમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. હોસ્પિટલ પર મહિલાના સગા પણ દોડી આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મહિલાનો પતિ અવારનવાર તેને મારે છે. પત્ની ઉપર જીવલેણ હુમલો કરી ફાયરિંગ કરતાં હાલ તો વિસ્તારમાં ચકચાર મચી છે.

અહીં વાંચો - Video: બોટાદમાં બે માર્કેટ યાર્ડના ચેરમેને કરી મારપીટ, વીડિયો થયો વાયરલ

English summary
Vododara: Husband fired on his wife.
Please Wait while comments are loading...