જાન લઇને નીકળ્યા હતા પરણવા, કફનમાં લપેટાઇ પરત ફર્યા વરરાજા!

Subscribe to Oneindia News

વડોદરા નાં રણોલીથી જાન લઇને ગયેલા સોલંકી પરિવારમાં લગ્નમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. વરરાજા સાગર સોલંકી વરઘોડામાં મિત્રના ખભા પર બેસીને નાચતા નાચતા વરરાજા અનાચક ઢળી પડ્યા હતા. મળતી માહિતી મુજબ સાગર સોલંકીનું હાર્ટએટેકને કારણે મૃત્યુ નીપજ્યું હતુ. આ ઘટનાને કારણે કન્યા સાગરના મૃતદેહ પાસે દીવો કરીને ચોધાર આંસુએ રડી પડી હતી. ત્યારે અચાનક જ આ ઘટના બનતા બન્ને પક્ષે શોક છવાઇ ગયો હતો.

death

ઉલ્લેખનીય છે કે સાગર સોલંકી મૂળ વડોદરા નજીક આવેલા રણોલી ગામનો રહેવાસી હતો. સાગરના લગ્ન બોરસદ ખાતે નક્કી થયા હતા. ગત 9 મેના રોજ સાગરની જાન વડોદરાથી રણોલી ગઇ હતી. રાત્રીના સમયે વરઘોડામાં મિત્રના ખભા પર બેસીને સાગર નાચતા નાચતા અચાનક ઢળી પડે છે અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. વરરાજાના પરિધાનમાં જ સાગરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. સાગરના મૃત્યુથી રણોલી ગામમાં હાલ શોકનો માહોલ ફેલાઇ ગયો છે.

English summary
Vadodara : The bridegroom has died in a marriage due to heart attack.
Please Wait while comments are loading...