વડોદરા : બળાત્કાર અને ખૂનના બે આરોપી થયા ફરાર

Posted By:
Subscribe to Oneindia News

સયાજી હોસ્પીટલમાંથી બે પાકા કામના કેદી ફરાર થઇ ગયા છે. આ બન્ને આરોપી પર ખૂન અને બળાત્કાર જેવા સગીન ગુના લગાયેલા છે. આ બન્ને કેદીઓ શહેરની સયાજી હોસ્પિટલના કેદી વોર્ડમાં છેલ્લા 10 દિવસથી સારવાર લઇ રહ્યા હતા. ત્યારે બન્ને જણાએ કેદી વોર્ડના બાથરૂમની જાળી કાપીને ફરાર થવામાં મંગળવારે સફળતા મેળવી છે. આ બન્ને આરોપીમાંથી એક રાજુ નીનામા નામનો આરોપી બળાત્કારના ગુનામાં સજા કાપી રહ્યો હતો.

crime

ત્યારે બીજો કેદી સબૂર ડામોર હત્યાના પ્રયાસના ગુનામાં સજા કાપી રહ્યો છે. નોંધનીય છે કે વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આ બન્ને કેદીઓ દાહોદના જ રહેવાસી છે અને તેમણે દાહોદમાં જ આ ગુના આચર્યા હતા. ત્યારે તેમના ફરાર થયા બાદ હાલ પોલીસ આ બન્ને કેદીઓ અંગે શોધખોળ ચલાવી રહી છે. અને તેમને પકડવાના પ્રયાસો પોલીસે ગતિમાન કર્યા છે. નોંધનીય છે કે હાલ અવાર નવાર આવા કેદીઓ ભાગી જવાના કિસ્સા વધ્યા છે.

English summary
Vadodara : two criminal escape from sayajirao hospital. Read here more.
Please Wait while comments are loading...