Vadodara : વડોદરામાં વિશ્વામિત્રીના જળસ્તરમાં ઘટાડો, જાણો હાલની સ્થિતી
ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે વિશ્વામિત્રી નદીએ વડોદરાવાસીઓના શ્વાસ ઉંચા કરી દીધા છે. જો કે હવે સારા સમાચાર એ છે કે વિશ્વામિત્રીના જળસ્તરમાં ઘટાડો થયો છે.
28 ઓગસ્ટે વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવી દીધી હતી અને વડોદરા શહેરમાં 12 ફુટ ઉપર વહી રહી હતી. હવે આ સપાટીમાં ઘટાડો નોંધાયો છે.

લેટેસ્ટ અહેવાલો અનુસાર, 28 ઓગસ્ટની રાતથી આજે વહેલી સવાર સુધીમાં વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં ઘટાડો થયો છે. હાલની સ્થિતીએ વડોદરામાં સેના અને એનડીઆરએફ ફસાયેલા લોકોને બહાર કાઢી રહી છે.
લેટેસ્ટ આંકડા અનુસાર, વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટતા સપાટી 32.50 ફૂટ થઈ છે. બીજી તરફ આજવા સરોવરની સપાટી 213.75 ફૂટ પર સ્થિર છે. હવે ધીરે ધીરે વડોદરાના અકોટા, જેતલપુર, દિવાળીપુરા, વાસણા ,હરણી, સમાં અને નિઝામપુરા વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યાં છે.
જણાવી દઈએ કે, હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતી વચ્ચે સતત વરસાદનો પ્રકોપ યથાવત છે.
અહીં રાહતના સમાચાર એ છે કે 29 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. ગુજરાત પર સ્થિર થયેલી સિસ્ટમ આગળ વધી જતા ગુજરાતમાં વરસાદ ધીમો પડશે.












Click it and Unblock the Notifications
